(Source: ECI/ABP News/ABP Majha)
Audi A8 L Launch: ભારતમાં લોન્ચ કરવામાં આવી Audi A8 L સિડાન કાર, જાણો કારની પ્રાઈઝ અને ફીચર્સ
આજે દેશમાં તેની બહુપ્રતિક્ષિત કાર Audi A8L મંગળવારની રાત્રે લોન્ચ કરવામાં આવી છે. આ નવી લક્ઝરી કાર ઘણા એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે જે અગાઉ કોઈ ઓડી કારમાં જોવા મળી નથી.
Audi A8 L Launch: Audi આજે દેશમાં તેની બહુપ્રતિક્ષિત કાર Audi A8L મંગળવારની રાત્રે લોન્ચ કરવામાં આવી છે. આ નવી લક્ઝરી કાર ઘણા એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે જે અગાઉ કોઈ ઓડી કારમાં જોવા મળી નથી. આ કાર ભારતીય બજારમાં Lexus LS, Mercedes-Benz S-Class અને BMW 7-Series જેવી કારને ટક્કર આપશે. Audi A8 Lને બે વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવશે - સેલિબ્રેશન એડિશન, અને ટેક્નોલોજી એડિશન, સેલિબ્રેશન એડિશનની કિંમત રૂ. 1.29 કરોડ અને ટેક્નોલોજી એડિશનની કિંમત રૂ. 1.57 કરોડ છે.
ઓડીએ આજે તેની ઓડી A8 L લોન્ચ કરી છે. આ પહેલાં કારનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં કારના પાછળના લાઇટબારમાં અદભૂત સિલ્ક લાઇટ જોવા મળી છેહતી આમાં OLED લાઈટ પણ જોવા મળશે, જે કંપનીની પોતાની ઓળખ છે. કંપની દ્વારા રિલીઝ કરવામાં આવેલા આ ટીઝરમાં A8L નેક્સ્ટ લેવલ ઘણી બધી બાબતોમાં જોવા મળે છે. કંપનીએ થોડા દિવસો પહેલા જ Audi A8 Lનું 10 લાખ રૂપિયાથી બુકિંગ શરૂ કર્યું હતું.
The new Audi A8 L, that opens new worlds for your progress.
— Audi India (@AudiIN) July 12, 2022
Focus on your creativity, innovation and progress from the rear seat of the new generation of luxury.
The new Audi A8 L, now in India. #AudiA8L #FutureIsAnAttitude pic.twitter.com/Q479OZHXem
Audi A8 Lની ડિઝાઇનઃ
નવી Audi A8 L ને અપડેટેડ બમ્પર્સ અને ક્રોમ સરાઉન્ડ સાથે અલગથી ડિઝાઈન કરાયેલ ડિજિટલ મેટ્રિક્સ LED હેડલાઈટ્સ માટે સપોર્ટ મળશે. લક્ઝરી કારને રિપ્રોફાઈલ્ડ ફ્રન્ટ એન્ડ મળશે. A8 Lની સાઈડ પ્રોફાઈલ વિશે વાત કરીએ તો તેમાં નવી ડિઝાઈનમાં મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ મળશે.
ઓડી A8 L ફીચર્સઃ
ઓડીની આ લક્ઝરી કારના ઈન્ટીરિયરમાં તળિયે 8.6-ઇંચની કર્વ ડિસ્પ્લે છે, જે આબોહવા નિયંત્રણ અને બેઠકના કાર્યોને ચલાવવામાં મદદ કરે છે. આ સાથે, ડેશબોર્ડ-માઉન્ટેડ 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે નેવિગેશન અને મીડિયાને નિયંત્રિત કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારમાં તેના ઈન્ડિયા-સ્પેક વર્ઝનમાં પાછળની સીટ પર બેઠેલા મુસાફરો માટે બે વધારાની 10.1 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન પણ આપવામાં આવી છે.
ઓડી A8 L એન્જિનઃ
Audi A8 L 2022નું ફેસલિફ્ટ વર્ઝન 48V માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ છે. એન્જિન વિશે વાત કરીએ તો, તે વર્તમાન મોડેલમાં ઉપલબ્ધ સમાન 3.0-લિટર ટર્બોચાર્જ્ડ V6 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત થશે જે 8-સ્પીડ સાથે જોડાયેલી સેડાન માટે 335 Bhp પાવર અને 500 Nm મહત્તમ ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે. ઓટોમેટિક ટ્રાન્સમિશન. સાથે ઉમેરવામાં આવશે. તેમાં ઓડીની ક્વોટ્રો AWD સિસ્ટમ પણ મળશે.