આ તારીખે લૉન્ચ થશે Mahindra ની બે નવી Electric SUV, માર્કેટમાં કોની સાથે થશે ટક્કર ?
Mahindra Electric SUVs BE 6e and XEV 9e: BE 6e મહિન્દ્રા દ્વારા લાવવામાં આવશે. તેની સીધી સ્પર્ધા Tata Curve, Windsor, ZS EV સાથે થશે
Mahindra Electric SUVs BE 6e and XEV 9e: કાર ઉત્પાદક મહિન્દ્રા બે નવી ઈલેક્ટ્રિક SUV સાથે ટૂંક સમયમાં માર્કેટમાં આવવા માટે તૈયાર છે. બંનેને કંપની દ્વારા અલગ-અલગ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવશે, જેના માટે કંપની દ્વારા એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. લૉન્ચ થનારી બે SUVના નામ BE 6e અને XEV 9e છે. તમને આ બંને SUVમાં ઘણી શાનદાર સુવિધાઓ મળવા જઈ રહી છે, જેમાં LED લાઈટ્સ, પેનોરેમિક સનરૂફ, એરો સ્ટાઈલ એલોય વ્હીલ્સ જેવા ફીચર્સ સામેલ હશે.
BE 6e અને XEV 9e ઇલેક્ટ્રિક SUV INGLO પ્લેટફોર્મ પર બનેલી છે. આમાં બેટરીની સ્થિતિનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને બંને એસયુવીમાં મોટી બૂટ સ્પેસ આપવામાં આવી શકે છે. આ સાથે એવું કહેવાય છે કે બંનેમાં ડ્યૂઅલ ઇલેક્ટ્રિક મૉટર્સ હશે. 26 નવેમ્બર 2024ના રોજ ચેન્નાઈમાં યોજાનારી ‘અનલિમિટેડ ઈન્ડિયા’ ઈવેન્ટમાં વર્લ્ડ પ્રીમિયર દરમિયાન બંને ઈલેક્ટ્રિક SUV રજૂ કરવામાં આવશે.
કઇ કારો સાથે માર્કેટમાં થશે ટક્કર ?
BE 6e મહિન્દ્રા દ્વારા લાવવામાં આવશે. તેની સીધી સ્પર્ધા Tata Curve, Windsor, ZS EV સાથે થશે. હાલમાં કંપનીના પૉર્ટફૉલિયોમાં માત્ર એક જ ઇલેક્ટ્રિક એસયુવી છે. Mahindra XUV 400 ઉપરાંત, આ બંને SUV ટૂંક સમયમાં ઓફર કરવામાં આવશે. બંને ઈલેક્ટ્રિક એસયુવીના અન્ય ફિચર્સ વિશે વાત કરીએ તો, તેમાં ફ્લેટ બૉટમ સ્ટીયરિંગ વ્હીલ, એમ્બિયન્ટ લાઈટ્સ, ત્રિપલ સ્ક્રીન જેવી સુવિધાઓ હોવાની પણ અપેક્ષા છે.
મહિન્દ્રા દ્વારા લૉન્ચ થનારી પ્રથમ ઇલેક્ટ્રિક SUV, XEV 9e એ લક્ઝરી અને પ્રીમિયમ લૂક આપતી એક ઉત્તમ SUV હશે, જ્યારે BE 6e તેના બૉલ્ડ અને એથ્લેટિક પ્રદર્શન માટે જાણીતી હશે. કંપનીનું કહેવું છે કે, આ બંને ઈલેક્ટ્રિક SUV ભારતીય માર્કેટમાં એક અલગ ઓળખ બનાવવા જઈ રહી છે.
આ પણ વાંચો
બસ થોડા સા ઇન્તજાર... માર્કેટમાં જલદી એન્ટ્રી મારશે નવી Dzire અને Kylaq, જાણી લો ફિચર્સ અને કિંમત