શોધખોળ કરો

લોન્ચ થયું Simple Dot One ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલશે 151 કિમી, જાણો કિંમત અને ફીચર્સ

Auto News: નવા ગ્રાહકો 27 જાન્યુઆરી, 2024 થી રૂ. 1,947ની નજીવી ટોકન રકમ સાથે આ સ્કૂટર બુક કરાવી શકશે.

Simple Dot One Launched: બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક સિમ્પલ એનર્જીએ તેના પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર, સિમ્પલ એનર્જી વનનું સસ્તું વેરિઅન્ટ રજૂ કર્યું છે. કંપનીએ તેનું બુકિંગ પહેલેથી જ શરૂ કરી દીધું હતું, જે રૂ. 1 લાખ એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે કરવામાં આવ્યું હતું. જો કે, હવે તેને લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત એક્સ-શોરૂમ 1.40 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

નવા ગ્રાહકો 27 જાન્યુઆરી, 2024 થી રૂ. 1,947ની નજીવી ટોકન રકમ સાથે આ સ્કૂટર બુક કરાવી શકશે. કંપનીનું કહેવું છે કે તે હાલના ગ્રાહકોને બુકિંગમાં પ્રાથમિકતા આપશે જેઓ હવે વનથી ડોટ વન પર સ્વિચ કરવા માગે છે.

સિંગલ ચાર્જમાં ચાલશે 151 કિમી

વન ઈલેક્ટ્રિક-સ્કૂટરની સુવિધાઓ અને ડિઝાઈનને ડોટમાં જાળવી રાખવામાં આવી છે. જો કે, બેટરી વિકલ્પ નિશ્ચિત છે, જે બાદમાંના ડ્યુઅલ બેટરી સેટઅપથી અલગ છે, જેના કારણે ડોટ વન સિંગલ ચાર્જ પર 151 કિમીની રેન્જ આપશે. જ્યારે સિમ્પલ વન 212 કિમી/ચાર્જની રેન્જ સાથે ઉપલબ્ધ છે. આ સિવાય કોઈ ખાસ ફેરફાર જોવા મળતા નથી.

બેટરી પેક અને રેન્જ

ડોટ વન ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, તે 3.7 kWh બેટરી પેક સાથે 151 કિમીની પ્રમાણિત રેન્જ આપવા સક્ષમ છે. જેના માટે કંપની દાવો કરી રહી છે કે તે તેના સેગમેન્ટમાં સૌથી વધુ છે. આ સ્કૂટર 8.5 kWhની ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે, જે 72 NMનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર માત્ર 2.7 સેકન્ડમાં 40 kmplની સ્પીડ સુધી પહોંચવામાં સક્ષમ છે.

ફીચર્સ

સલામતી સુવિધાઓ વિશે વાત કરીએ તો, તેમાં ડિસ્ક બ્રેક સાથે CBS, Android OS, 7.0 ઇંચ ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને OTA અપડેટ્સ પણ શામેલ છે. તમે તેને ચાર રંગોમાં ઘરે લાવી શકો છો. LiteX અને BrazenX વિકલ્પો પણ પ્રારંભિક ઑફર્સ તરીકે ઉપલબ્ધ છે.

કોની સાથે થશે ટક્કર

ડોટ વન સ્થાનિક બજારમાં Ola S1 સાથે સ્પર્ધા કરશે. જેની સ્થાનિક બજારમાં કિંમત 92,300 રૂપિયાથી શરૂ થઈને 1,29,828 રૂપિયા એક્સ-શોરૂમ છે.

કોરોનાના આ નવા વેરિઅન્ટ JN.1 થી બચવું હોય તો આ રીતે તમારી ઈમ્યુનિટી કરો મજબૂત

દારૂ પીવાની અને પીરસવાની મંજૂરી બાદ ગિફ્ટ સિટીમાં રૂ. 500 કરોડની પ્રોપર્ટી વેચાઈ, 5 દિવસમાં થયા અધધ સોદા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget