Pulsar P150: બજાજે લોન્ચ કરી નવી પલ્સર પી150 બાઇક, જાણો કિંમત અને કોને આપશે ટક્કર
Bajaj Pulsar P150 આ બાઈક બે વેરિઅન્ટમાં આવે છે, સિંગલ-ડિસ્ક અને ટ્વીન-ડિસ્ક. આ બાઇકના સિંગલ ડિસ્ક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 1.16 લાખ અને ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 1.19 લાખ રૂપિયા છે.
Bajaj Pulsar P150: ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ તેની પલ્સર સીરીઝની નવી બાઇક P 150 દેશમાં લોન્ચ કરી છે. આ 150cc સેગમેન્ટની બાઇક છે. આ બાઇકનું નામ Pulsar P150 રાખવામાં આવ્યું છે. આ બાઈક બે વેરિઅન્ટમાં આવે છે, સિંગલ-ડિસ્ક અને ટ્વીન-ડિસ્ક. આ બાઇકના સિંગલ ડિસ્ક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 1.16 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 1.19 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બાઇકને નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ બાઇક એબોની બ્લેક રેડ, એબોની બ્લેક બ્લુ, કેરેબિયન બ્લુ, એબોની બ્લેક વ્હાઇટ અને રેસિંગ રેડ જેવા કુલ 5 કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે.
કેવો છે લુક?
બજાજ પલ્સર P150નું સિંગલ-ડિસ્ક વેરિઅન્ટ સિંગલ-પીસ સીટ સાથે વધુ સીધી સ્થિતિ મેળવે છે. જ્યારે તેના ટ્વીન-ડિસ્ક વેરિઅન્ટને સ્પ્લિટ-સીટ સેટઅપ અને સ્પોર્ટિયર રાઇડિંગ પોઝિશન મળે છે. પલ્સર સિરીઝની P150 બાઈક એક નવો લુક મેળવે છે અને સ્પોર્ટી છતાં હળવી છે. બાઇકમાં LED લાઇટિંગ સાથે મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક પણ છે.
આ બાઇક 790mm ઉંચી છે, જેનો અર્થ છે કે લગભગ સામાન્ય ઊંચાઈના લોકો તેને આરામથી ચલાવી શકે છે. આ સાથે, તેમાં એક ઇન્ફિનિટી ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે, જેમાં ઘડિયાળ, ફ્યુઅલ ઇકોનોમી, ગિયર ઇન્ડિકેટર, ડીટીઇ (ખાલીનું અંતર) જેવી વિગતો ઉપલબ્ધ છે, અને તેમાં યુએસબી સોકેટ ચાર્જિંગ પોઇન્ટ પણ ઉપલબ્ધ છે.
એન્જિન કેવું છે?
નવી પલ્સર P150ને 149.68 cc એન્જિન મળે છે, જે 8,500 rpm પર 14.5 PS પાવર અને 6,000 rpm પર 13.5 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક છે. હળવા વજન ઉપરાંત, બાઇક સુધારેલ NVH સ્તરો સાથે પણ આવે છે.
આ બાઇક સાથે સ્પર્ધા કરશે
નવી પલ્સર P150 બાઇક Yamaha FZ S FI સાથે સ્પર્ધા કરશે. આ એક સ્ટ્રીટ બાઇક છે જે રૂ.1,21,979ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છે. તે 149cc BS6 એન્જિન દ્વારા સંચાલિત છે જે 12.2 bhp પાવર અને 13.3 Nm ટોર્ક જનરેટ કરે છે. ફ્રન્ટ અને રિયર બંને ડિસ્ક બ્રેક સાથે, યામાહા FZ S FI એન્ટી-લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. આ બાઇકનું વજન 135 કિલો છે અને તેની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 13 લિટર છે.