(Source: ECI/ABP News/ABP Majha)
Car Care Tips: કાર ચલાવતા સમયે ક્યારેય ના કરો આ કામ, હંમેશા રહેશો સુરક્ષિત
Car Care Tips:કેટલીકવાર રસ્તા પર કાર ચલાવતી વખતે નાની ભૂલ પણ મોટા અકસ્માતો સર્જે છે
Car Care Tips: કેટલીકવાર રસ્તા પર કાર ચલાવતી વખતે નાની ભૂલ પણ મોટા અકસ્માતો સર્જે છે. રસ્તા પર તમારી બેદરકારીને કારણે અન્ય વાહનોની સુરક્ષા પણ જોખમમાં મુકાય છે. પરંતુ જો આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ તો આવા અકસ્માતોથી બચી શકાય છે. અમે તમને આ સમાચારમાં કાર ચલાવતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની જાણકારી આપી રહ્યા છીએ
ઝડપ પર નિયંત્રણ
કાર કે અન્ય કોઈપણ પ્રકારનું વાહન ક્યારેય પણ વધુ ઝડપે ચલાવવું જોઈએ નહીં. જો કાર વધુ ઝડપે ચલાવવામાં આવે તો તેના પરનો કાબૂ ગુમાવવાનું જોખમ રહેલું છે. જેના કારણે અકસ્માત ગંભીર બની શકે છે. આ સિવાય વધારે સ્પીડમાં અચાનક બ્રેક લગાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. વધુ ઝડપે વાહન ચલાવવાનો ત્રીજો ગેરલાભ એ છે કે જો પોલીસ કાર્યવાહી કરે તો ભારે દંડ પણ થઇ શકે છે.
નશામાં વાહન ચલાવશો નહીં
તમારે ડ્રાઇવિંગ કરતા પહેલા અથવા ડ્રાઇવિંગ કરતી વખતે ક્યારેય દારૂ પીવો જોઈએ નહીં. આમ કરવાથી તમને તેમજ અન્ય વાહનોની સુરક્ષા જોખમમાં મુકાય છે. કેટલાક લોકો નશો કરીને કાર ચલાવે છે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે નશામાં આવી જાય છે. આમ કરવાથી કાર ચલાવતી વખતે સાચા-ખોટાની જાણકારી મળી શકતી નથી. જો આમ કરતા જોવા મળે તો પોલીસ કાર્યવાહી થઈ શકે છે અને સજા સાથે દંડ પણ થઇ શકે છે
સિગ્નલ તોડશો નહીં
ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે લાલ લાઇટ લગાવવામાં આવે છે. જ્યારે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ ઓન હોય તો ક્યારેય તે નિયમને તોડવું નહીં. નહિંતર બીજી બાજુથી આવતા વાહનો સાથે અથડામણ થઈ શકે છે અને આ સિવાય પોલીસ દ્વારા ચલણ ઈશ્યુ થઈ શકે છે.
મોબાઈલ ધ્યાન ભંગ કરે છે
વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. જો જરૂરી હોય તો વ્યક્તિએ કાર રોકવી જોઈએ અને ફોનનો ઉપયોગ કરવો જોઈએ. તેના બદલે કાર ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ડ્રાઇવરનું ધ્યાન ભટકાય છે અને અન્ય વાહનોની સુરક્ષા પણ જોખમમાં મૂકે છે.