Citroen C3: સિટ્રોનની આ શાનદાર ઈલેક્ટ્રીક કાર ભારતમાં મારશે એન્ટ્રી, જાણો કારના ફિચર્સ
C3 EV માં 30.2kWh બેટરી પેક મળી શકે છે જે આ કાર માટે ખૂબ પાવરફુલ હશે. આ કાર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે પણ ઉપલબ્ધ રહેશે, સાથે જ તેમાં સારી એવી રેન્જ મળે તેવી પણ આશા સેવાઈ રહી છે.
Citroen C3 EV: કાર નિર્માતા કંપની Citroen ટૂંક સમયમાં તેના C3નું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીના ટોપ મેનેજમેન્ટે આ વાતની પુષ્ટિ કરી છે. આ C3 ઈલેક્ટ્રીક આવતા વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થશે. આ કાર ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે એક શાનદાર અને નવો જ વિકલ્પ બની રહેશે અને એક મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ પણ. C3 ઇલેક્ટ્રિકની સ્પર્ધા ટાટા ટિયાગો EV સાથે થશે જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારના ફીચર્સ અને અન્ય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
કેટલી હશે રેંજ?
C3 EV માં 30.2kWh બેટરી પેક મળી શકે છે જે આ કાર માટે ખૂબ પાવરફુલ હશે. આ કાર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે પણ ઉપલબ્ધ રહેશે, સાથે જ તેમાં સારી એવી રેન્જ મળે તેવી પણ આશા સેવાઈ રહી છે, જે લગભગ 300 કિલોમીટર કે તેથી વધુ હોઈ શકે છે.
કેવો હશે દેખાવ?
લુક કે સ્ટાઈલની વાત કરવામાં આવે તો C3 EVમાં પેટ્રોલ C3 કરતા વધારે ફેરફાર નહીં થાય. તેમાં કેટલાક નાના ફેરફારો કરવામાં આવે તેવી અપેક્ષા છે. ગિયરબોક્સમાં ફેરફાર સિવાય બાકીનું ઇન્ટિરિયર લગભગ સમાન હશે.
કિંમત
Citroën પેટ્રોલ C3ની સરખામણીમાં C3 EV થોડા પ્રીમિયમ ફેરફાર સાથે એક એગ્રેસિવ પ્રાઈસ પોઈંટ પર બજારમાં મુકાય તેવી શક્યતા છે. એક અનુમાન પ્રમાણે તેની કિંમત 12 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપનીએ થોડા મહિના પહેલા C3ને ટર્બો પેટ્રોલ અને નેચરલી એસ્પિરેટેડ 1.2L સાથે 5-સ્પીડ અને 6-સ્પીડ મેન્યુઅલના વિકલ્પ તરીકે લોન્ચ કર્યું હતું. જ્યારે EV વર્ઝનમાં, C3 ને મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઓટોમેટિક ટોર્ક કન્વર્ટરનો પણ વિકલ્પ મળે તેવી અપેક્ષા છે, જે AMT નહીં હોય.
અન્ય કાર પણ લોન્ચ કરાશે
Citroen C3માં અન્ય ફ્ચર્સ તરીકે એક રિયર વાઇપર સહિત અન્ય ઘણા ફિચર્સ પણ મળી શકે છે. કંપની ભારતમાં C3ના EV સંસ્કરણ સાથે મોટો દાવ લગાવવા જઈ રહી છે અને માર્કેટમાં તેને સારો પ્રતિસાદ મળે તેવી અપેક્ષા છે. આ સાથે સિટ્રોએન ટૂંક સમયમાં દેશમાં અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરી તેના પોર્ટફોલિયોનો વિસ્તાર કરશે. કંપની તેની આગામી નવી પ્રોડક્ટ તરીકે ભારતીય બજાર માટે એક થ્રી રો ક્રોસઓવર પણ તૈયાર કરી રહી છે.