શોધખોળ કરો

Hyundai i20, Creta ના ગ્રાહકોને હવે મળશે માત્ર એક જ ચાવી ? જાણો શું છે મામલો

Auto News: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ દરેક ક્ષેત્રને અસર કરી છે. તેની અસર ઓટો ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહી છે.

Hyundai Update: ઓટોમેકર કંપની હ્યુન્ડાઈએ હાલમાં જ નિર્ણય લીધો છે કે તે હવે તેના ગ્રાહકોને માત્ર એક જ સ્માર્ટ કી આપશે. આ નિર્ણય બાદ પણ કંપની હેડલાઇન્સમાં છે. અહીં સવાલ એ છે કે શું હ્યુન્ડાઈ હવે તેના ગ્રાહકોને માત્ર એક જ સ્માર્ટ કી ઓફર કરશે? તો જવાબ છે, 'ના'.  કંપની તેના ગ્રાહકોને માત્ર એક ચાવી નહીં આપે. તમને જણાવી દઈએ કે કાર ખરીદતી વખતે તમને ફર્સ્ટ કી મળશે.

કંપનીને આવું કરવાની કેમ જરૂર પડી ?

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ દરેક ક્ષેત્રને અસર કરી છે. તેની અસર ઓટો ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર ઉદ્યોગ અત્યારે સેમિકન્ડક્ટર્સની અછત સામે ઝઝૂમી રહ્યો છે, જેને પહોંચી વળવા Hyundai આ યુક્તિ લઈને આવી છે. આમાંથી બ્રેક લઈને ઓટો નિર્માતા કંપની હ્યુન્ડાઈ હાલમાં આ ત્રણ કારના ગ્રાહકોને માત્ર એક જ ચાવી આપી રહી છે.

ગ્રાહકોને બીજી કી ક્યારે મળશે?

અહીં તમને જાણકારી માટે જણાવી દઈએ કે કંપની પોતાની તમામ કાર સાથે આવું નથી કરી રહી. જો તમે Hyundaiની SUV Creta, MPV Alcazar અને i20 ખરીદો છો, તો તમને માત્ર એક જ ચાવી આપવામાં આવશે. બીજી ચાવી વિશે વાત કરતા કંપનીનું કહેવું છે કે તે 6 મહિના પછી તેના ગ્રાહકોને બીજી ચાવી આપશે.

હ્યુન્ડાઈ વેન્યૂ ફેસલિફ્ટની ડિટેલ્સ થઈ લીક, જાણો કારની ખાસિયતો

 હ્યુન્ડાઇ વેન્યૂ ફેસલિફ્ટ લોન્ચિંગની ઘણી નજીક છે, જ્યારે લોન્ચિંગ પહેલા જ તેની ડિટેલ લીક થઇ ગઇ છે. તેને 16 જૂને લોન્ચ કરવામાં આવશે, જે બાદ ભારતીય રસ્તાઓ પર દોડતી  જોવા મળશે. તેમાં નવા ફીચર્સ સાથે નવું ઇન્ટીરિયર જોવા મળશે. ચાલો આપણે આગામી હ્યુન્ડાઇ વેન્યુમાં જોવા મળશે તે હાઇલાઇટ્સ વિશે વાત કરીએ.

અપકમિંગ વેન્યૂમાં તમને ધાંસુ ફીચર્સ મળવાના છે. બ્લુલિંક કનેક્ટેડ કાર સિસ્ટમ સાથે દેખાશે. કુલ મળીને 60થી વધુ ફીચર્સ હશે. જેમાં ફર્મવેર ઓવર ધ એર (એફઓટીએ) અપડેટ્સ, એમ્બેડેડ વોઇસ કમાન્ડનો સમાવેશ થાય છે. નવી વેન્યૂમાં એલેક્સા અને ગૂગલ વોઈસ આસિસ્ટન્ટની મદદથી તમે ઘરે બેઠા તમારી કારનું સ્ટેટસ ચેક કરી શકશો. આ તમામ ફીચર્સને વોઇસ સપોર્ટથી કંટ્રોલ કરવામાં આવશે. તમારી સુવિધાને ધ્યાનમાં રાખીને, હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓને ટેકો આપવામાં આવે છે.

હોમ ટુ કાર (H2C) ફીચર્સની મદદથી ગ્રાહકો રિમોટ ક્લાઇમેટ કન્ટ્રોલ, રિમોટ ડોર લોક/અનલોક, રિમોટ વ્હીકલ સ્ટેટસ ચેક, મારી કાર, ટાયર પ્રેશરની માહિતી, ફ્યુઅલ લેવલની માહિતી, સ્પીડ એલર્ટ, ટાઇમ ફેન્સિંગ (આઉટ ઓફ ટાઇમ) એલર્ટ અને આઇડલ ટાઇમ એલર્ટ જેવી કામગીરીને નિયંત્રિત કરી શકશે. ઉપરાંત નવી વેન્યુ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ 10 પ્રાદેશિક ભાષાઓ સહિત 12 ભાષાઓ માટે સપોર્ટ કરશે. આ સિવાય અન્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો બે સ્ટેપ બેક સીટ, ડ્રાઇવ મોડ્સ સિલેક્ટ નોર્મલ, ઇકો અને સ્પોર્ટ મોડ્સને ઓપ્શન આપવામાં આવશે. તેને 'સાઉન્ડ ઓફ નેચર' પણ મળવા જઇ રહ્યું છે, જેને તમે ડ્રાઇવિંગ કરતી વખતે માણી શકશો.

એન્જિન વિકલ્પો - એન્જિન વિશે વાત કરીએ તો, 1.2 કપ્પા પેટ્રોલ સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. 1.0 ટર્બો પેટ્રોલ GDi IMT ક્લચલેસ મેન્યુઅલ ગિયરબોક્સ અને DCT ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક સાથે ઉપલબ્ધ હશે. આ સિવાય 1.5 લિટર CRDi ડીઝલ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે.

વેરિઅન્ટ્સ અને કલર્સ - નવી હ્યુન્ડાઈ વેન્યૂ ફેસલિફ્ટમાં 5 વેરિઅન્ટ્સ ઉપલબ્ધ થશે. જેમાં E, S, S+, S(O), SX, SX(O) નો સમાવેશ થાય છે. કલર વિકલ્પો વિશે વાત કરીએ તો, તમને 7 વિકલ્પો મળશે, જેમાં પોલર વ્હાઇટ, ટાયફૂન સિલ્વર, ફેન્ટમ બ્લેક, ડેનિમ બ્લુ, ટાઇટન ગ્રે, ફેરી રેડનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં ડ્યુઅલ ટોન (બ્લેક રૂફ સાથે ફેરી રેડ) વિકલ્પનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget