Hyundai Creta Facelift: હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટની ડિઝાઈન અને ફીચર્સની ડિટેલ્સ આવી સામે
હ્યુન્ડાઈ ઈન્ડિયા આગામી ક્રેટા ફેસલિફ્ટનું સમગ્ર દેશમાં ટેસ્ટીંગ કરી રહી છે. તાજેતરમાં તેના નવા સ્પાઈ શોટ્સ ઓનલાઈન સામે આવ્યા છે.
Hyundai Creta Facelift Specifications: હ્યુન્ડાઈ ઈન્ડિયા આગામી ક્રેટા ફેસલિફ્ટનું સમગ્ર દેશમાં ટેસ્ટીંગ કરી રહી છે. તાજેતરમાં તેના નવા સ્પાઈ શોટ્સ ઓનલાઈન સામે આવ્યા છે, જે તેના ફીચર્સ અને ડિઝાઇન વિગતો વિશે માહિતી આપે છે. Hyundai જાન્યુઆરી 2024 થી તેની ચેન્નાઈ ફેક્ટરીમાં Creta ફેસલિફ્ટનું ઉત્પાદન શરૂ કરશે.
ડિઝાઇન
ભારત-સ્પેક ક્રેટા ફેસલિફ્ટની ડિઝાઈન નવી હ્યુન્ડાઈ પૈલિસેડથી પ્રેરિત હશે. આસિયાન બજારોમાં વેચાતી ટસ્કન-પ્રેરિત ક્રેટાથી અલગ, ભારતમાં નિર્મિત ક્રેટા ફેસલિફ્ટને ભારે ડિઝાઇન અપડેટ આપવામાં આવ્યું છે. તેમાં અપડેટેડ બમ્પર, નવી ટેલગેટ અને એચ આકારના એલઈડી ડીઆરએલ હશે. સાથે જ ક્યુબ જેવી ડિટેલિંગ અને અપડેટેડ ફ્રન્ટ ગ્રિલ સાથે સ્પ્લિટ-યુનિટ વર્ટિકલ હેડલેમ્પ ડિઝાઇન પણ મળશે. તેના સિલુએટમાં વધારે બદલાવ કરવામાં આવ્યો નથી. જ્યારે સ્પાય શોટ્સથી ખબર પડે છે કે એલોય વ્હીલ્સની ડિઝાઇન પણ વર્તમાન ક્રેટા જેવી જ છે. સાથે તેને અલ્કાઝાર વાળા 18-ઇંચના મોટા વ્હીલ્સ સાથે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે.
ફીચર્સ
નવી Creta ફેસલિફ્ટ વિશે વાત કરીએ તો, તેમાં ADAS સ્યુટ અને Kia Seltos જેવા 360-ડિગ્રી કેમેરા હશે. જો કે તેના ઈન્ટિરિયરમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. પરંતુ અપહોલ્સ્ટ્રીમાં નવા શેડ્સ અને કેટલાક નાના મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. આ સાથે જ તેમાં ઇન્ફોટેનમેન્ટ માટે 10.25 ઇંચની સ્ક્રીન રાખવામાં આવી શકે છે.
પાવરટ્રેન
ક્રેટા ફેસલિફ્ટમાં 160hp પાવર સાથે 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન મળશે. આ જ એન્જિન સેલ્ટોસ અલ્કાઝાર, વર્ના અને કેરેન્સમાં પણ ઉપલબ્ધ છે. ટ્રાન્સમિશન તરીકે તેને મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 7-સ્પીડ DCT ગિયરબોક્સ મળવાની અપેક્ષા છે. અન્ય એન્જિન વિકલ્પોમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે, બંને એન્જિન સમાન 115hp પાવર જનરેટ કરે છે.
ક્યારે લોન્ચ થશે?
Hyundai આવતા વર્ષની શરૂઆતમાં Creta ફેસલિફ્ટ લોન્ચ કરી શકે છે. નવી હ્યુન્ડાઈ ક્રેટા Kia Seltos, Honda Elevate, Maruti Suzuki Grand Vitara, Toyota Hyrider, Skoda Kushaq, Volkswagen Taigun અને MG Astor સાથે સ્પર્ધા કરશે. Hyundai પણ ઈલેક્ટ્રિક ક્રેટા લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જો કે તેને 2025માં લોન્ચ કરી શકાય છે.