શોધખોળ કરો
Advertisement
Good Bye 2021: આ છે 2021માં સૌથી વધારે વેચાયેલી 5 કાર, નંબર 1 પર છે આ ગાડી
Best Selling Cars in 2021: વેચાણ મામલે ટોપ-5 કારમાં તમામ મારુતિ સુઝુકીની કાર છે. જે બાદ હ્યુન્ડાઈ ક્રેટા, વેન્યૂ આવે છે.
Year Ender 2021: વર્ષ 2021 આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, આ વર્ષ પણ સમાપ્ત થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આજે અમે એવી કેટલીક કાર વિશે વાત કરીશું જેના પર લોકોએ વર્ષ 2021માં ઘણો પ્રેમ અને વિશ્વાસ દર્શાવ્યો છે. અમે તમને વર્ષ 2021 દરમિયાન દેશમાં સૌથી વધુ વેચાતી પાંચ કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે વેચાણની દ્રષ્ટિએ મારુતિ સુઝુકીની તમામ કાર ટોપ-5 કારમાં છે. આ પછી Hyundai Creta, Hyundai Venue જેવી કાર આવે છે.
વર્ષ 2021માં વેચાયેલી ટોપ 5 કાર
- મારુતિ સુઝુકી વેગનઆર આ યાદીમાં ટોચ પર છે. કારની પ્રારંભિક કિંમત 4.93 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. કારનું એન્જિન 1197 cc છે. આ કાર પેટ્રોલ પર 21.79 કિમીની માઈલેજ આપે છે. કંપનીએ વર્ષ 2021માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં 1.74 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે.
- મારુતિ સુઝુકી અલ્ટો આ યાદીમાં બીજા નંબર પર છે. તેની કિંમત 3.15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તેમાં CNG અને પેટ્રોલ વેરિઅન્ટ છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન મારુતિ સુઝુકી અલ્ટોના કુલ 1.62 લાખ યુનિટ વેચ્યા છે.
- મારુતિ સુઝુકી બલેનો વર્ષની ત્રીજી સૌથી વધુ વેચાતી કાર છે. બલેનોની પ્રારંભિક કિંમત રૂ. 5.99 લાખ (એક્સ-શોરૂમ) છે. કારનું એન્જિન 1197 cc છે, જે 88.5 bhp મહત્તમ પાવર જનરેટ કરી શકે છે. કંપનીએ તેના કુલ 1.55 લાખ યુનિટ વેચ્યા છે.
- મારુતિ સુઝુકી સ્વિફ્ટ આ યાદીમાં ચોથા નંબર પર છે. સ્વિફ્ટની પ્રારંભિક કિંમત 5.85 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમાં 1197 ccનું એન્જિન છે. કંપનીએ મારુતિ સુઝુકી સ્વિફ્ટના કુલ 1.51 લાખ યુનિટ વેચ્યા છે.
- મારુતિ સુઝુકી Eecoને પાંચમું સ્થાન મળ્યું છે. તે 7 સીટર MPV છે. કંપનીએ તેના લગભગ 1 લાખ યુનિટ વેચ્યા છે. Eecoની પ્રારંભિક કિંમત 4.38 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion