Hero બન્યુ માર્કેટનું બાદશાહ, એક મહિનામાં આ બાઇકના લાખો યૂનિટ વેચાયા
Two Wheelers Sales Report 2024: બીજા નંબરે હૉન્ડા મોટરસાઇકલ છે. જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદકે નવેમ્બર 2024માં કુલ 6 લાખ 54 હજાર 564 યૂનિટ વેચ્યા છે
Two Wheelers Sales Report 2024: ભારતમાં ટૂ-વ્હીલર ખરીદવાનો લોકોમાં એક અલગ જ ક્રેઝ છે. ભારતીય બજારમાં સસ્તાથી લઈને મોંઘા સુધી તમામ પ્રકારની મૉટરસાઈકલ ઉપલબ્ધ છે. આ સંદર્ભમાં ગયા મહિને ટૂ-વ્હીલરના વેચાણનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કઈ કંપની ટૂ-વ્હીલર માર્કેટમાં કયું સ્થાન ધરાવે છે.
દર વખતની જેમ આ વખતે પણ Hero MotoCorp માર્કેટમાં લીડર તરીકે ઉભરી આવી છે. FADAના રિપૉર્ટ અનુસાર ગયા મહિને નવેમ્બર 2024માં કુલ 9 લાખ 15 હજાર 468 યૂનિટ વેચાયા હતા. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ વેચાણ 8 લાખ 4 હજાર 498 યૂનિટ હતું. આ રીતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નવેમ્બર મહિનામાં વધુ વેચાણ થયું છે.
હીરો બાદ આ કંપનીઓના નામ લિસ્ટમાં સામેલ
બીજા નંબરે હૉન્ડા મોટરસાઇકલ છે. જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદકે નવેમ્બર 2024માં કુલ 6 લાખ 54 હજાર 564 યૂનિટ વેચ્યા છે. આ ગયા વર્ષે વેચાયેલા 5 લાખ 15 હજાર 128 યૂનિટ કરતાં વધુ છે. ત્રીજા નંબરની વાત કરીએ તો TVS ટૂ-વ્હીલરના વેચાણમાં ત્રીજા સ્થાને છે. કંપનીએ કુલ 4 લાખ 20 હજાર 990 યૂનિટનું વેચાણ કર્યું છે. આ નવેમ્બર 2023 મહિનામાં વેચાયેલા 3 લાખ 66 હજાર 896 યૂનિટથી વધુ છે.
પાંચમા નંબર પર છે Royal Enfield
ચોથા નંબર પર બજાજ ઓટો છે. બજાજે ગયા મહિને કુલ 3 લાખ 4 હજાર 221 યૂનિટ વેચ્યા છે. ગયા વર્ષે આ જ સમયે આ એકમો 2 લાખ 75 હજાર 119 હતા. જો આપણે પાંચમા નંબર વિશે વાત કરીએ, તો રૉયલ એનફિલ્ડ આ સ્થાન પર છે.
Royal Enfieldએ ગયા મહિને કુલ 93 હજાર 530 યૂનિટનું વેચાણ કર્યું છે. આ નવેમ્બર 2023 મહિનામાં વેચાયેલા 83 હજાર 947 યૂનિટથી વધુ છે. આ કંપનીઓ ઉપરાંત સુઝુકી, યામાહા, ઓલા અને એથર કંપનીઓના નામ પણ યાદીમાં સામેલ છે.
આ પણ વાંચો
લાંબી રાહ જોવડાવ્યા બાદ આવી ગઇ Hondaની નવી Amaze, કિંમતથી લઇને ફિચર્સ અહીં જાણો