શોધખોળ કરો
Hondaની સૌથી સસ્તી બાઇક CD 110 Dream BS6 થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
હોન્ડા CD 110 Dreamમાં સૌથી મોટો બદલાવ એન્જિનમાં કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે હોન્ડાએ તેની સૌથી સસ્તી બાઇક CD 110 Dreamનું બીએસ6 મોડલ માર્કેટમાં લોન્ચ કરી દીધું છે. આ મોડલને બે વેરિયન્ટ સ્ટાન્ડર્ડ અને ડીલક્સમાં લોન્ચ કરવામાં આવી છે. આ મોડલમાં એન્જિન એપડેટ ઉપરાંત અનેક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
કંપનીએ Honda CD 110 Dream ના લુકમાં ઘણો બદલાવ કર્યો છે. તેમાં નવા ગ્રાફિક્સ, ક્રોમ એગ્ઝોસ્ટ શીલ્ડ, બોડી કલર મિરર્સ અને સિલ્વર ફિનિશ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તેની સીટને 15 mm વધારે લાંબી કરવામાં આવી છે અને સાઇલેંટ સ્ટાર્ટ ફીચર આપવામાં આવ્યું છે.
એન્જિન
હોન્ડા CD 110 Dreamમાં સૌથી મોટો બદલાવ એન્જિનમાં કરવામાં આવ્યો છે. બીએસ6 કમ્પ્લાયંટ 109.51 cc, ફ્યૂલ-ઇંજેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 7500 rpm પર 8.6 hpનો પાવર અને 5500 rpm પર 9.30Nmનો ટોર્ક જનરેટ કરે છે. જે 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.
ફીચર્સ
હોન્ડાનું આ મોડલ એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ, DC હેડલેમ્પ, ઈન્ટીગ્રેટેડ હેડલેમ્પ બીમ એન્ડ પાસિંગ સ્વિચ, ટ્યૂબલેસ ટાયર, લાંબી અને આરામદાયક સીટ, એક્વાલાઇઝર સીટ સાથે સીબીએસ અને સીલ ચેન જેવા અનેક શાનદાર ફીચર્સથી સજ્જ છે. બાઇકના ફ્રન્ટ અને રિયરમાં 130એમએમ ડ્રમ બ્રેક લાગેલી છે.
કલર ઓપ્શન
CD 110 Dreamને કંપનીએ કુલ 8 કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. જેમાં 4 કલર સ્ટાન્ડર્ડ વેરિયન્ટ અને 4 કલર ઓપ્શન ડીલક્સ વેરિયન્ટમાં આપવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ વેરિયન્ટ બાઇક બ્લૂની સાથે બ્લેક, કેવિન ગોલ્ડની સાથે બ્લેક, રેડની સાથે બ્લેક અને ગ્રેની સાથે બ્લેક કલર ઓપ્શનમાં મળશે. જ્યારે ડીલક્સ વેરિયન્ટ બ્લેક, એથલેટિક બ્લૂ મેટેલિક, જિની ગ્રે મેટેલિક અને ઈમ્પીરિયલ રેડ મેટેલિક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
કિંમત
હોન્ડાની આ સૌથી સસ્તી બાઇક છે. તેના બંને વેરિયન્ટી કિંમત અલગ અલગ છે. BS6 Honda CD 110 Dreamના સ્ટાન્ડર્ડ વેરિયન્ટની કિંમત 64,505 રૂપિયા છે, જ્યારે ડીલક્સ વેરિયન્ટની કિંમત 65,505 રૂપિયા (એક્સ શો રૂમ) છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement