શોધખોળ કરો
Advertisement
Hyundai creta એ ઓગસ્ટ 2020માં kia seltosને છોડી પાછળ, આટલા યૂનિટનું કર્યું વેચાણ, જાણો
કોરોના વાયરસ (COVID-19) મહામારીના કારણે સરકારી ગાઈડલાઈનમાં છૂટ મળ્યા બાદ હ્યુંડાઈ ક્રેટા કારના વેચાણમાં સતત વધારો થયો છે.
નવી દિલ્હી: હાલમાં જ લોન્ચ થયેલી હ્યુંડાઈ ક્રેટા પોતાની સફળતાના કારણે ટોપ પર છે. નવી પેઢીની હ્યુંડાઈ ક્રેટા સતત ચોથા મહીને કિઆ સેલ્ટોસને પાછળ છોડી દિધી છે. ઓગસ્ટ મહિનામાં ભારતમાં ક્રેટાએ 11,758 યૂનિટનું વેચાણ કર્યું છે, જ્યારે કિઆ ગત મહીને દેશમાં સેલ્ટોસની 10,655 યૂનિટનું વેચાણ કર્યું છે. ક્રેટા દેશમાં એસયૂવી સેગમેન્ટમાં બેસ્ટસેલર કાર તરીકે ઉભરી છે.
કોરોના વાયરસ (COVID-19) મહામારીના કારણે સરકારી ગાઈડલાઈનમાં છૂટ મળ્યા બાદ હ્યુંડાઈ ક્રેટા કારના વેચાણમાં સતત વધારો થયો છે. વેચાણના મામલે ક્રેટાએ ક્રમશ: મે, જૂન અને જુલાઈમાં 3,212 યૂનિટ, 7,202 યૂનિટ અને ક્રેટાની 11,549 યૂનિટનું વેચાણ કર્યું છે. આ મહીને કિઆ સેલ્ટોસ ક્રમશ 1,611 યૂનિટ અને 7,114 યૂનિટ અને 8,270 યૂનિટનું વેચાણ કર્યું છે.
હ્યુંડાઈ ક્રેટા ગ્લોબલ ડિઝાઈન પર આધારિત છે. એસયૂવૂી બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન વિકલ્પમાં ઉપલબ્ધ છે. બીજી તરફ કિઆ નવા લોન્ચ કરવામાં આવેલ 2020 સેલ્ટોસ સાથે ક્રેટા વિરૂદ્ધ પોતાની પ્રતિસ્પર્ધાને વધારે મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કિઆ સેલ્ટોસ ત્રણ એન્જિન વિકલ્પ અને બે ટ્રિમ લેવલ્સમાં 16 વેરિએન્ટમાં ઉપલબ્ઘ છે. એવામાં તહેવારના સિઝનમાં પ્રતિસ્પર્ધા ઝડપી બનવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion