(Source: ECI/ABP News/ABP Majha)
Hyundai Electric Car: પ્રથમ મેડ ઈન ઈન્ડિયા Hyundai EV થશે લોન્ચ, 400-500 કિલોમીટરની મળશે રેન્જ
Hyundai Motor India ભારતમાં બનેલી પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં પાંચ મેડ ઈન ઈન્ડિયા હ્યુન્ડાઈ ઈવી લોન્ચ કરવાનું છે.
Hyundai EV: Hyundai Motor India ભારતમાં બનેલી પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં પાંચ મેડ ઈન ઈન્ડિયા હ્યુન્ડાઈ ઈવી લોન્ચ કરવાનું છે. સૌપ્રથમ મેડ ઈન ઈન્ડિયા Hyundai EV વર્ષ 2025માં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. કોરિયન કાર મેન્યુફેક્ચરિંગ કંપની ચેન્નાઈ નજીક તમિલનાડુમાં કાર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. આ ઉપરાંત, કંપની EV ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધારવા પર પણ ધ્યાન આપી રહી છે.
હ્યુન્ડાઈની ભારતમાં બનેલી પ્રથમ ઇલેક્ટ્રિક કાર
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ઇલેક્ટ્રિક કાર Creta EV હોઈ શકે છે. ટેસ્ટિંગ દરમિયાન આ કાર ઘણી વખત જોવામાં આવી છે. Hyundai Creta કંપનીના લોકપ્રિય મોડલમાંથી એક છે. Creta EV પણ વધુ સારી સાબિત થઈ શકે છે. આ કારના સ્પેસિફિકેશન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ Hyundaiની આ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જિંગમાં 400 થી 500 કિલોમીટરની રેન્જ આપી શકે છે.
ઇલેક્ટ્રિક કારની માંગ વધી રહી છે
ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કારની માંગ જોવા મળી રહી છે. Hyundaiની સાથે Kia ભારતમાં મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ કરશે. Kia Seltos EV પણ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. હ્યુન્ડાઈ અને કિયા બંને કંપનીઓની ઇલેક્ટ્રિક કારમાં વધુ સારી પાવરટ્રેનનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ આ કાર્સ પાવરફુલ બેટરી પેક સાથે માર્કેટમાં આવી શકે છે.
ભારતમાં મેડ ઇન ઇવીની કિંમત
Hyundai Creta EV અને Kia Seltos EV બંને રૂ. 20 લાખથી રૂ. 30 લાખની રેન્જમાં આવી શકે છે. આ કાર ભારતીય બજારમાં હાજર ઈલેક્ટ્રિક કારને જોરદાર ટક્કર આપી શકે છે. હાલમાં, ટાટા, MG જેવી ઘણી મોટી કંપનીઓની ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં ઉપલબ્ધ છે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે, ધીમે ધીમે લોકો ઇવીને અપનાવી રહ્યા છે. વાહન નિર્માતા કંપનીઓ પણ પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કરી રહી છે. સૌપ્રથમ મેડ ઈન ઈન્ડિયા Hyundai EV વર્ષ 2025માં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. ઇલેક્ટ્રિક કાર Creta EV હોઈ શકે છે. ટેસ્ટિંગ દરમિયાન આ કાર ઘણી વખત જોવામાં આવી છે. Hyundai Creta કંપનીના લોકપ્રિય મોડલમાંથી એક છે.