Tata ને પછાડી Hyundai ફરી બની ભારતમાં બીજી સૌથી મોટી કાર કંપની, જૂનમાં 62351 કાર વેચી
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ જૂન 2022માં કુલ 62,351 યુનિટનું વેચાણ કર્યું હતું
Hyundai Car Sales Report In June 2022: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (HMIL) માટે છેલ્લો મહિનો ખૂબ જ સારો રહ્યો છે. જૂન 2022 માં કંપનીએ વાર્ષિક ધોરણે 21 ટકાની વૃદ્ધિ તેમજ માસિક વેચાણમાં લગભગ 16 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. સારા સમાચાર એ છે કે હ્યુન્ડાઈ મોટર્સે જૂનમાં કારના વેચાણની બાબતમાં ટાટા મોટર્સને પાછળ છોડી દીધી છે અને તે ફરીથી ભારતની બીજી સૌથી મોટી કાર કંપની બની ગઈ છે. મે મહિનામાં ટાટા મોટર્સે હ્યુન્ડાઈ કરતાં વધુ કાર વેચી હતી અને તે ત્રીજા નંબરે પહોંચી ગઇ હતી. ગયા મહિને હ્યુન્ડાઈએ ભારતમાં કેટલી કાર વેચી અને કેટલા યુનિટની નિકાસ કરી તેની અહી જાણકારી આપવામાં આવી છે
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ જૂન 2022માં કુલ 62,351 યુનિટનું વેચાણ કર્યું હતું, જેમાંથી કુલ 49,001 યુનિટ્સ સ્થાનિક બજારમાં વેચાયા હતા અને કુલ 13,350 યુનિટ્સની નિકાસ કરવામાં આવી હતી, એટલે કે વિદેશમાં મોકલવામાં આવ્યા હતા. ગયા મહિને હ્યુન્ડાઈએ 21 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી. જૂન 2021માં કંપનીએ 40,496 કારનું વેચાણ કર્યું હતું. જ્યારે Hyundaiએ જૂન 2022 માં માસિક વેચાણની દ્રષ્ટિએ 15.86 ટકા વૃદ્ધિ નોંધાવી છે. મે 2022માં કંપનીએ માત્ર 42,293 કાર વેચી હતી.
મારુતિનું વેચાણ કેટલું વધ્યું?
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાનું કુલ જથ્થાબંધ વેચાણ જૂન, 2022 દરમિયાન 5.7 ટકા વધીને 1,55,857 યુનિટ થયું છે. કંપનીએ જૂન 2021માં ડીલરોને 1,47,368 યુનિટ ડિસ્પેચ કર્યા હતા. કંપનીનું સ્થાનિક વેચાણ જૂન 2021માં 1,30,348 યુનિટથી 1.28 ટકા વધીને 1,32,024 યુનિટ થયું હતું.
KIAનું વેચાણ 60% વધ્યું
કિયા ઇન્ડિયાનું વેચાણ જૂનમાં 60 ટકા વધીને 24,024 યુનિટ થયું છે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક હોલસેલ વેચાણ છે. ઉત્પાદકે જૂન 2021 માં ડીલરોને 15,015 યુનિટ્સ મોકલ્યા હતા. સ્કોડા ઓટો ઈન્ડિયાએ પણ જૂન 2022માં આઠ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 734 યુનિટ્સની સરખામણીએ 6,023 યુનિટ્સ પર પહોંચી ગઇ છે.