શોધખોળ કરો

Kia Sonet: જાણો કિઆ મોટર્સની આ કારને કયા ફીચર્સ બનાવે છે ખાસ

ડીઝલ એન્જિન ધરાવતી આ કાર 16-18 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

Kia Motorsની ભારતમાં સૌથી નાની અને સસ્તી કાર સોનેટ રજૂ થઈ ગઈ છે. બજારમાં આવતાં પહેલા આ કાર ઘણી ચર્ચામાં આવી ચુકી છે. ફીચર્સની વાત કરવામાં આવે તો સોનેટમાં એલઈડી હેડલેમ્પ્સ, એલઈડી ડેટાઈમ રનિંગ લેમ્પ, સિગ્નેચર ટાઈગર નોઝ ગ્રિલ, સ્પોર્ટી 16 ઈંચ અલોય વ્હીલ્સ, એલઈડી ટેલ લેમ્પ અને રૂફ રેલ્સની સાથે સ્કિડ પ્લેટ્સ આપવામાં આવી છે. કારનું કેબિન શાનદાર ફિટ અને ફિનિશ સાથે આપવામાં આવ્યું છે. તેમાં ઘણા ફીચર્સ પ્રથમ વખત આપવામાં આવ્યા છે. આ ફીચર્સમાં 10.25 ઈંચ એચડી ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે યુવીઓ કનેક્ટ, આગળની સીટ પર વેંટિલેટેડ, 7.1 ચેનલ બોસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે 5 સ્પીકર્સ, એર પ્યોરિફાયર્સ સાથે વાયરસ પ્રોટેક્શન અને એબિએંટ લાઇટિંગ સામેલ છે. કિઆનું કહેવું છે કે સોનેટનું એર પ્યૂરીફાયર વાયરસ સામે સુરક્ષા આપે છે અને કોઈપણ કારમાં વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Kia Sonet: જાણો કિઆ મોટર્સની આ કારને કયા ફીચર્સ બનાવે છે ખાસ Sonet બે પેટ્રોલ એન્જિન 1.2 લીટર અને 1.0 લીટર ટર્બો જીડીઆઈ સાથે મળી રહી છે. ડીઝલ એન્જિન વિકલ્પ 1.5 લીટર ટર્બો હશે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક અને 7 સ્પીડ DCT મળશે. ઉપરાંત 6 સ્પીડ IMT ટ્રાન્સમિશન ટેક્નોલોજી મળશે. સોનેટ 1.0 ટર્બો પેટ્રોલ એન્જિન 120 bhp અને 172Nm ટોર્ક જનરેટ કરે છે. દરરોજ ધીમી ગતિએ ચલાવવા માટે DCT 1.0 સોનેટ સરળ છે. સોનેટ ટર્બો ડીસીટી 18.2 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપતો હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ સ્પોર્ટ મોર્ડ અને ફાસ્ટ ડ્રાઇવિંગમાં 9-11 કિમીની માઇલેજ મળે છે. Kia Sonet: જાણો કિઆ મોટર્સની આ કારને કયા ફીચર્સ બનાવે છે ખાસ 1.5 લીટર ડીઝલ એન્જિન 115 bhp અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ પ્લસ ઓટોમેટિક કોમ્બિનેશન ઘણું સારું છે. ડીઝલ એન્જિનનું પરફોર્મન્સ પણ શાનદાર છે. શહેરમાં ડીઝલ એન્જિન ધરાવતી આ કાર 16-18 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. ઈન્ટેલિજેંટ મેન્યુઅલ ટ્રાન્સમિશન (IMT), મેન્યુઅલ શિફ્ટ લીવરના કંટ્રોલથી ક્લચલેસ ગિયર શિફ્ટિંગ મળશે. ડીઝલ એન્જિનની સાથે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. જે ફર્સ્ટ ઈન ક્લાસ ફીચર છે. Kia Sonet: જાણો કિઆ મોટર્સની આ કારને કયા ફીચર્સ બનાવે છે ખાસ નવી Sonetમાં સેફ્ટી માટે 6 એરબેગ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)ની સાથે EBD, ઓટો હેડલાઇટ, બ્રેક અસિસ્ટ(BA), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ફ્રંટ અને રિયર પાર્કિંગ સેંસર તથા હિલ અસિસ્ટ કંટ્રોલ તથા ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Kia Sonet: જાણો કિઆ મોટર્સની આ કારને કયા ફીચર્સ બનાવે છે ખાસ કિઆ સોનેટની કિંમત 7-12 લાખ રૂપિયા (એક્સ શો રૂમ)વચ્ચે હોઈ શકે છે. ટોપએન્ડ સોનેટ ટર્બો પેટ્રોલ ઓટોમેટિકની કિંમત 12.5 લાખ રૂપિયા જેટલી હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget