Bike Tips: બાઈક પર જતી વખતે તમને જોઈ કૂતરા કરડવા દોડે છે ? આ રીત અપનાવશો તો નહીં થાય આમ
Dogs Barks at Bikers: કૂતરા કરડવા દોડે ત્યારે ઘણી વખત સ્પીડમાં બાઇક ચલાવવા જતી વખતે અકસ્માત પણ સર્જાય છે.
How To Stop Dog Chasing Your Bike In Night: જો તમે બાઇક લઈને મોડી રાત્રે મુસાફરી કરો છો અને જ્યાં કૂતરા હોય તેવી કોઈપણ શેરી, મહોલ્લામાંથી પસાર થશો તો તમારી મોટરસાઈકલ જોઈને કૂતરાં ભસવા માંડશે. તે તમને કરડવા પણ દોડી શકે છે. જેના કારણે ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે.
આવી સ્થિતિમાં શું કરશો
જો તમે પણ ક્યારેય આવી પરિસ્થિતિમાં આવ્યા હોવ અને તમે જાણવા માગો છો કે આવી પરિસ્થિતિથી બચવાનો ઉપાય શું છે, તો આજે અમે તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને અનુસરીને તમે આ સમસ્યાથી બચી શકો છો. પરંતુ, અહીં અમે તમને સૌથી પહેલા જણાવવા માંગીએ છીએ કે આવી સ્થિતિમાં ક્યારેય પણ મોટરસાઈકલને ઉતાવળમાં હંકારી ન લેવી જોઈએ.
કેમ કૂતરા ભસીને કરડવા દોડે છે
જ્યારે પણ કોઈ વ્યક્તિ મોટરસાઈકલ પર કૂતરાના વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યારે સામાન્ય રીતે કૂતરા તેના પર ભસતા હોય છે અને તેને કરડવા દોડે છે. જ્યારે તમે હાઇ સ્પીડ પર હોવ ત્યારે આ વધુ થાય છે. જો તમે તે જગ્યાએથી મોટરસાઇકલને સ્પીડમાં હંકારી રહ્યા છો, તો કદાચ કૂતરો તમને ભસશે અને તમને કરડવા દોડશે.
બચવા શું કરશો
સામાન્ય રીતે આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ઝડપથી મોટરસાઇકલ ચલાવવાનું શરૂ કરે છે, જે કૂતરાઓને વધુ ભડકાવે છે. તમારે આમ કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં જ્યારે કૂતરા મોટરસાઇકલ તરફ દોડે તો તમારે તમારી મોટરસાઇકલ ધીમી કરવી જોઈએ અથવા રોકી દેવી જોઈએ.