આ કાર કંપની એક સાથે 9,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
Nissan Layoff 9000 Employees: જાપાનીક કાર નિર્માતા કંપની નિસાન ખૂબ મોટા નુકસાનથી પસાર થઈ રહી છે. કંપની એ આ નુકસાનની ભરપાઈ કરવા માટે એક સાથે 9,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખ્યા છે.
Nissan Reduce Production: કાર નિર્માતા કંપની નિસાન એક મોટું પગલું ભર્યું છે. જાપાનીક ઓટોમેકર એ એક સાથે 9,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવાનું જાહેર કર્યું છે. એએફપીની રિપોર્ટ અનુસાર, નિસાને નાણાંકીય વર્ષ 2024-25 માટે વેચાણના અનુમાનને પણ ઘટાડી દીધા છે. કંપની માંથી લોકોને કાઢી નાખવા પર ઓટોમેકર્સે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે 9,000 લોકોને કાઢી નાખવાથી 20 ટકા ગ્લોબલ ઉત્પાદન ઘટશે.
નિસાન રણનીતિમાં ફેરફાર કરશે
નિસાનના મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યું કે આ વર્ષના પ્રારંભના છ મહિનામાં કંપનીનો નેટ નફો 93 ટકા સુધી ઘટી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, નિસાન 12.7 ટ્રિલિયન યેન (80 અબજ ડૉલર) નેટ વેચાણની આશા કરી રહી છે, જે અનુમાનિત 14 ટ્રિલિયન યેન કરતા ઓછું છે. નિસાને પોતાના આધિકારિક નિવેદનમાં જણાવ્યું કે, કંપની હાલમાં ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આ માટે બજારમાં થઈ રહેલા ફેરફારોને અમે ઝડપથી અપનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
કંપનીના અધિકારી હિદેયુકી સકામોટોએ જણાવ્યું હતું કે, નિસાનની વિશ્વભરમાં 25 પ્રોડક્શન લાઇન છે અને કંપની ઉત્પાદનની ઝડપ અને શિફ્ટ પેટર્ન બદલીને તેમની ક્ષમતામાં ઘટાડો કરશે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નિસાનનો ઓપરેટિંગ નફો 85% ઘટીને 31.9 બિલિયન યેન થયો હતો, જે અપેક્ષા કરતાં ઘણો ઓછો હતો. આ સમયગાળા દરમિયાન, કંપનીના વૈશ્વિક વેચાણમાં પણ 3.8% નો ઘટાડો થયો હતો, જેનું મુખ્ય કારણ ચીનમાં 14.3% અને યુએસમાં લગભગ 3% નો ઘટાડો હતો. હોન્ડા મોટરે પણ તે જ ત્રિમાસિક ગાળામાં નફામાં 15% ઘટાડો નોંધાવ્યો હતો, જેનું મુખ્ય કારણ ચીનમાં નીચા વેચાણને કારણે હોન્ડાના શેરમાં 5% ઘટાડો જોવા મળ્યો હતો.
નિસાન મૅગ્નાઇટ ફેસલિફ્ટ
નિસાને તાજેતરમાં ભારતમાં મૅગ્નાઇટ ફેસલિફ્ટ લોન્ચ કરી છે. આ કાર મોડર્ન અને ડાયનેમિક ડિઝાઇન સાથે આવી છે. નિસાને આ કારને એક નવો રંગ સનરાઇઝ કોપ્પર ઓરેંજ આપ્યો છે. નવા રંગ સાથે, મૅગ્નાઇટ ફેસલિફ્ટ કુલ 13 રંગોમાં ભારતીય બજારમાં મળી રહી છે. નિસાને આ કારમાં ક્લસ્ટર આયોનાઇઝર પણ લગાવ્યો છે.
મૅગ્નાઇટ ફેસલિફ્ટની કિંમત
જાપાનીક ઓટોમેકર્સે મૅગ્નાઇટના અપડેટેડ મોડેલના પાવરટ્રેઇનમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ ગાડીમાં 1.0-લિટર ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન સાથે મૅન્યુઅલ ટ્રાન્સમિશનને 20 km/l નો માઇલેજ મળે છે. જ્યારે CVT સાથે આ ગાડી 17.4 km/l નો માઇલેજ આપવાનો દાવો કરે છે. આ ગાડીની ખાસ બાબત એ છે કે ગાડીમાં અપડેટ્સ બાદ પણ નિસાને મૅગ્નાઇટ ફેસલિફ્ટની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. નિસાન મૅગ્નાઇટ ફેસલિફ્ટની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયા થી શરૂ થાય છે.
આ પણ વાંચોઃ