શોધખોળ કરો

કોરોના કાળમાં પણ વધ્યું લકઝરી કારનું વેચાણ, આ કંપનીએ તોડ્યો 117 વર્ષનો રેકોર્ડ

ભારત સહિત વિશ્વમાં કોવિડ-19ના કારણે લોકોની આવકને મોટો ફટકો પડ્યો છે ત્યારે ધનાઢ્યોની આવકમાં વધારો થયો છે અને તેઓ લકઝરી કાર તરફ નજર દોડાવી રહ્યા છે.

દેશમાં કોરોના કાળમાં પણ લકઝુરિયસ કારનું વેચાણ વધ્યું છે. વિશ્વમાં સૌથી મોંઘી કાર બનાવતી કંપની રોલ્સ રોયસના વેચાણમાં તોતિંગ વધારો થયો છે. 2021માં કંપનીએ કુલ 5500થી વધારે કારનું વેચાણ કર્યુ છે.

લકઝરી કાર બનાવતી આ કંપનીએ 50 દેશમાં 5586 વાહનો વેચ્યા છે. જે કંપનીના 117 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ છે. કંપનીના સીઈઓ મુલર  ઓવોર્સે જણાવ્યું કે, 2021નું વર્ષ સૌથી પડકારજનક હતું. લકઝરી સેગમેન્ટમાં ગ્રાહકો શોધવાની નહીં પણ ગ્રાહકોને સમયસર પ્રોડકટની ડિલિવરી આપવાની તકલીફ હતી.

ભારત સહિત વિશ્વમાં કોવિડ-19ના કારણે લોકોની આવકને મોટો ફટકો પડ્યો છે ત્યારે ધનાઢ્યોની આવકમાં વધારો થયો છે અને તેઓ લકઝરી કાર તરફ નજર દોડાવી રહ્યા છે. ભારતમાં 2021માં રોલ્સ રોયસના 21, બેન્ટલીના 27, પોર્શેના 377 અને લેમ્બોર્ગીનીના 43 યુનિટ વેચાણ થયું હતું. જે 2020માં અનુક્રમે 20, 20, 334 અને 37 હતું.

Traffic Rule: કાર અને બાઇક ચાલકોને આ 7 ટ્રાફિક નિયમની હોવી જોઈએ ખબર, નહીંતર થઈ શકે છે દંડ

જો તમે હમણાં જ કાર અથવા બાઇક ચલાવવાનું શીખ્યા છો અથવા પહેલાથી જ જાણો છો અને રસ્તા પર ચલાવો છો, તો અમે તમને અહીં કેટલાક ટ્રાફિક નિયમો વિશે જણાવી રહ્યા છીએ જે તમને મોટા દંડથી બચાવી શકે છે.

નશામાં વાહન ચલાવશો નહીં

જો કોઈ વ્યક્તિ BAC ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેને લોહીમાં આલ્કોહોલની મર્યાદાના આધારે 2000 થી 10000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત આવા લોકોને 7 મહિનાથી લઈને ચાર વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

કારનો વીમો કરાવો

મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, ભારતમાં તમામ મોટર વાહનોમાં હંમેશા થર્ડ પાર્ટી વીમા કવરેજ હોવું આવશ્યક છે. જો તમે સાવચેત ન રહો અને વીમા પોલિસી લેપ્સ થઈ જાય અને તમે પોલીસ ચેકિંગમાં પકડાઈ જાઓ તો તમારે દંડ ભરવો પડી શકે છે. પ્રથમ વખત, આવા ગુના માટે, ટ્રાફિક અધિકારી રૂ. 2000નો દંડ કરે છે. જો કે, ફરીથી ગુનાઓ પર 4000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ પહેરો

જો તમે ડ્રાઇવિંગ કરવા માટે નવા છો તો સૌપ્રથમ વસ્તુ તરીકે સીટ બેલ્ટ પહેરવાની આદત બનાવો. આ કરવાથી તમે માત્ર ટ્રાફિકના નિયમોના ભંગથી બચી જશો નહીં, પરંતુ અકસ્માતની સ્થિતિમાં સુરક્ષિત રહેવાની શક્યતાઓ પણ વધારી શકો છો. જો તમે સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા પકડાવ તો ટ્રાફિક પોલીસ સ્થળ પર આ ઉલ્લંઘન માટે તમને 1000 રૂપિયા સુધીનો દંડ કરી શકે છે.

હેલ્મેટ વિના ટુ વ્હીલર ન ચલાવો

ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું આવશ્યક છે. કાયદા મુજબ ટુ-વ્હીલર પરના તમામ વ્યક્તિઓએ હેલ્મેટ પહેરવું આવશ્યક છે. આ નિયમનું પાલન ન કરવા પર 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, ટ્રાફિક સત્તાવાળાઓ 3 મહિના સુધીના સમયગાળા માટે તમારું લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.

ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત ન કરો

1 ઓક્ટોબર, 2020થી અમલી બનેલા નવા મોટર વાહન નિયમો અનુસાર, ડ્રાઇવર ડ્રાઇવિંગ કરતી વખતે તેમના ફોનનો માત્ર નેવિગેશનલ ટૂલ તરીકે ઉપયોગ કરી શકશે. જો તમે વાહન ચલાવતી વખતે ફોનનો અન્ય કોઈ રીતે ઉપયોગ કરતા પકડાઈ જાવ તો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવા માટે તૈયાર રહો. આવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને એક વર્ષની જેલની સજા પણ લાગુ પડે છે.

ઓવર સ્પીડમાં વાહન ન ચલાવો

વાહનચાલકોએ રસ્તાઓ પર આપવામાં આવેલ ગતિ માર્ગદર્શિકાને ક્યારેય ઓળંગવી જોઈએ નહીં, તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. ઝડપ માટે વસૂલવામાં આવતો દંડ તમારા વાહનના કદ પ્રમાણે બદલાય છે. સામાન્ય રીતે રૂ. 1000 અને રૂ. 2000 વચ્ચે હોય છે.

સિગ્નલ ભંગ ન કરો

જો તમે રૂ. 5000 સુધીનો દંડ અને એક વર્ષ સુધીની જેલની સજા ભોગવવાનો ઇરાદો ધરાવતા ન હોવ, તો ખાતરી કરો કે તમે ઉતાવળમાં હોવ તો પણ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક સિગ્નલ ન તોડો.

ટોપ સ્ટોરી

36.47 KM માઈલેજ, કિંમત 4.77 લાખથી શરુ, દિવાળી પર ઘરે લાવવા માટે બેસ્ટ CNG કાર 
36.47 KM માઈલેજ, કિંમત 4.77 લાખથી શરુ, દિવાળી પર ઘરે લાવવા માટે બેસ્ટ CNG કાર 
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget