શોધખોળ કરો

Suzuki e-Access: સુઝુકીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ! 95km ની રેન્જ અને લુક જોઈને ફેન થઈ જશો, જાણો કિંમત

હવે પેટ્રોલની ચિંતા છોડો; સુઝુકીએ ભારતીય બજારમાં મૂક્યું દમદાર 'ઇ-એક્સેસ', ફ્લિપકાર્ટ પરથી પણ કરી શકાશે બુકિંગ, 7 વર્ષની વોરંટી અને આકર્ષક બાયબેક ઓફર સાથે ગ્રાહકોને થશે ફાયદો.

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) નો ક્રેઝ વધી રહ્યો છે. આ સ્પર્ધામાં હવે જાપાનીઝ દિગ્ગજ કંપની સુઝુકીએ પણ ઝંપલાવ્યું છે. સુઝુકી મોટરસાઈકલ ઈન્ડિયાએ આતુરતાનો અંત લાવતા દેશમાં પોતાનું સૌપ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર 'સુઝુકી ઇ-એક્સેસ' (Suzuki e-Access) લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ પ્રીમિયમ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત ₹1,88,490 રાખી છે. રસપ્રદ વાત એ છે કે ગ્રાહકો આ સ્કૂટરને શોરૂમ ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પરથી પણ ઓનલાઈન ખરીદી શકશે.

બેટરી અને પાવરફુલ રેન્જ

સુઝુકી ઇ-એક્સેસમાં 3.07 kWh ક્ષમતાની લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP Battery) આપવામાં આવી છે, જે સુરક્ષા અને પર્ફોર્મન્સ માટે જાણીતી છે.

રેન્જ (Range): કંપનીના દાવા મુજબ, આ સ્કૂટર એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી 95 km સુધી દોડી શકશે.

સ્પીડ: સ્કૂટરની ટોપ સ્પીડ 71 km/h છે.

ખાસિયત: સુઝુકીનો દાવો છે કે બેટરીમાં માત્ર 10% ચાર્જિંગ બચ્યું હશે તો પણ સ્કૂટરની સ્પીડ કે પિકઅપમાં કોઈ ઘટાડો થશે નહીં.

ચાર્જિંગમાં કેટલો સમય લાગશે?

ગ્રાહકોની સુવિધા માટે બેટરી ચાર્જિંગના બે વિકલ્પો આપવામાં આવ્યા છે:

સ્ટાન્ડર્ડ ચાર્જર: ઘરે ચાર્જ કરવામાં 6 કલાક અને 42 મિનિટનો સમય લાગશે.

ફાસ્ટ ચાર્જર: જો તમે ઉતાવળમાં હોવ, તો ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 2 કલાક અને 12 મિનિટમાં બેટરી ફૂલ ચાર્જ થઈ જશે.

રાઈડિંગ મોડ્સ અને સ્માર્ટ ફીચર્સ

શહેરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ સ્કૂટરમાં 5.49 bhp પાવર અને 15 Nm ટોર્ક જનરેટ કરતી મોટર છે. રાઈડરને બેસ્ટ અનુભવ મળે તે માટે તેમાં ત્રણ મોડ્સ આપવામાં આવ્યા છે: Eco, Ride A, અને Ride B. આ ઉપરાંત સાંકડી જગ્યામાં પાર્કિંગ માટે 'રિવર્સ મોડ' (Reverse Mode) પણ ઉપલબ્ધ છે, જે મહિલાઓ અને વડીલો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર્સ

કિંમતને વ્યાજબી ઠેરવવા માટે કંપનીએ ઓફર્સનો વરસાદ કર્યો છે:

વોરંટી: ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 7 વર્ષ અથવા 80,000 km ની વોરંટી મળશે.

બાયબેક ગેરંટી: જો 3 વર્ષ પછી તમે સ્કૂટર વેચવા માંગો છો, તો કંપની 60% કિંમત પરત આપવાનો દાવો કરે છે.

બોનસ: જૂના સુઝુકી ગ્રાહકોને ₹10,000 સુધી અને નવા ગ્રાહકોને ₹7,000 સુધીનું એક્સચેન્જ બોનસ મળશે.

લોન: માત્ર 5.99% ના શરૂઆતી વ્યાજ દરે ફાયનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ટોપ સ્ટોરી

21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
Embed widget