(Source: ECI/ABP News/ABP Majha)
Auto Expo 2023: ADASની સાથે બીજી કેટલીય ખાસિયતો વાળું હશે ટાટા સફારી અને હેરિયરનું રેડ ડાર્ક એડિશન
અન્ય ફિચર્સમાં, તમને આ બન્ને કારોમાં 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે, 360 ડિગ્રી કેમેરા ફિચર્સ પાર્કિંગમાં સહાયતા કરે છે,
Auto Expo 2023 India: Tata Motorsએ પોતાની બે સૌથી ટૉપ એસયુવી કારો, સફારી અને હેરિયરમાં કેટલાય નવા ફિચર્સ સહિત ADAS સેફ્ટી સિસ્ટમ અને એક મોટી ટચસ્ક્રીનને અપગ્રેડ કરી છે. હાલમાં અવેલેબલ સફારી અને હેરિયરમાં ખુબ નાની ટચસ્ક્રીન મળે છે, આ તમામ નવા ફેરફારો આ બન્ને કારોના નવા રેડ કાર્ડ એડિશનમાં જોવા મળશે, આમાં માત્ર ADASની સાથે 360 ડિગ્રી કેમેરાનું ફિચર એડ કરવામાં આવ્યુ છે.આ તમામ બહુજ આધુનિક અને મહત્વપૂર્ણ ફિચર્સ છે. ADAS સિસ્ટમમાં ઓટો ઇમર્જન્સી બ્રેકિંગ, ટ્રાફિક આસિસ્ટ જેવા અનેક ફિચર્સ સામેલ છે.
અન્ય ફિચર્સ -
અન્ય ફિચર્સમાં, તમને આ બન્ને કારોમાં 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે, 360 ડિગ્રી કેમેરા ફિચર્સ પાર્કિંગમાં સહાયતા કરે છે, જે પછી આમાં આપવામા આવેલી મોટી ટચસ્ક્રીન ડિસ્પ્લે, વિઝ્યૂઅલ્સને બેસ્ટ રીતે બતાવ છે. આ મોટી સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન તરીકે બહુજ શાનદાર કામ કરે છે. અમે જલદી જ આ કારનો એક્સપીરિયન્સ કરીને આમાં વધુ ડિટેલિંગ વિશે ચર્ચા કરશે.
અન્ય કારોને મળશે ટક્કર -
તમામ ફેરફારોની વાત કરીએ તો આમાં ડિઝીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, 10.25- ઇંચની ટચસ્ક્રીન અને 9-સ્પીકર જેબીએલ ઓડિયો સિસ્ટમને સામેલ કરવામાં આવી છે, સફારીના રાઉન્ડમાં વેન્ટિલેટેડ સીટ્સમ આપવામાં આવી છે. જ્યારે આના સનરૂફની ચારેય બાજુ એબિએન્ટ લાઇટિંગ પણ આપવામાં આવી છે, એક નવી પેટર્ન ઇન્સર્ટની સાથે લાલ સીટો પર પણ લાલ રંગના ડૉટ્સ આપવામાં આવ્યા છે. કન્ફર્ટ Harrier અને Safari ની એક મહત્વપૂર્ણ પાસુ છે. એન્જિનના ઓપ્શનમાં બે કારોમાં ડિઝલ એન્જિનના ઓપ્શન એક સમાન છે. આ નવા ફિચર્સની સાથે સાથે આ બન્ને એસયુવીની ઇન્સ્ટ્રૂમેન્ટના લિસ્ટમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. જેમાં બન્ને કારો પોતાના સેગમેન્ટની અન્ય કારોને જોરદાર ટક્કર આપશે.
13-18 જાન્યુઆરીની વચ્ચે યોજાશે આ ઓટો એક્સ્પૉ -
આ વખતે ઓટો એક્સ્પૉનું ભારતમાં 2020 બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે 2022 માં આ દ્વિવાર્ષિક મૉટર શૉનું આયોજન ન હતુ થઇ શક્યુ. 2023 માં આ શૉનું આયોજન 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીની વચ્ચે થવાનું છે. 11 અને 12 ને આ શૉ મીડિયા અને બિઝનેસ ક્લાસ માટે રિઝર્વ રહેશે. અન્ય દિવસોમાં સામાન્ય લોકો ઓટો એક્સ્પૉ 2023માં જઇ શકે છે.