(Source: ECI/ABP News/ABP Majha)
Renault Duster: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ ન્યૂ જનરેશન રેનોલ્ટ ડસ્ટર, જાણો ક્યારે લોન્ચ થશે?
ગ્લોબલ માર્કેટમાં ડેસિયા ડસ્ટરને તેના લોન્ચ થયા ત્યારથી જ તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને તે કંપનીના સૌથી સફળ મોડલ પૈકીનું એક છે.
New Generation Renault Duster: ગ્લોબલ માર્કેટમાં ડેસિયા ડસ્ટરને તેના લોન્ચ થયા ત્યારથી જ તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને તે કંપનીના સૌથી સફળ મોડલ પૈકીનું એક છે. મોનોકોક ચેસિસ પર આધારિત આ SUV પોકેટ-ફ્રેન્ડલી બજેટમાં આવે છે. આ એસયુવીએ ભારતમાં રેનોલ્ટ બ્રાન્ડને લોકપ્રિય બનાવવામાં મદદ કરી હતી. હવે કંપની નવી રેનોલ્ટ ડસ્ટર (ડેસિયા ડસ્ટર)નું થોડા સમયમાં ટેસ્ટિંગ કરી રહી છે. જેનાથી કોમ્પેક્ટ SUV/ક્રોસઓવર સેગમેન્ટમાં હલચલ મચી ગઈ છે. તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં જ તે ફરી એકવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આવો જાણીએ નવા સ્પાય શોટ્સમાં શું જોવા મળ્યું છે.
કેવો છે લૂક ?
નવી રેનોલ્ટ ડસ્ટરને ટેસ્ટિંગ દરમિયાન નવા અવતારમાં જોવા મળી હતી. તે સેકન્ડ જનરેશન મોડલ કરતાં ઘણી મોટી છે. આ થર્ડ જનરેશન મોડલ સીએમએફ-બી પ્લેટફોર્મ પર આધારિત છે, જે આઈસીઈ, હાઇબ્રિડ અને બીઈવી પાવરટ્નસને સપોર્ટ કરે છે. તેની ડિઝાઇન રેનોલ્ટ બિગસ્ટર કોન્સેપ્ટને મળતી અને ખૂબ જ આક્રમક છે. ફ્રન્ટ ફેસિયામાં આક્રમક રોબોટિક અપીલ સાથે ત્રણ સ્ટેક્ડ LED એલિમેન્ટ છે. તેના સેન્ટરમાં ડેસિયા અથવા રેનોલ્ટનો બૈઝ જોવા મળશે. અગાઉની સ્પાઈ તસવીરોમાં માત્ર બહારની એલઇડી લાઇટ જ દેખાતી હતી. જ્યારે નવી તસવીરોમાં બહારની સાથે સેન્ટ્રલ એલઇડી લાઇટિંગ પણ ઓન છે.
સ્ટાઇલિંગ અને ડિઝાઇન
આ એસયૂવીમાં એક વાઈડ ગ્રિલની સાથે મસ્કુલર અને બોક્સી બમ્પર છે, તેમાં બિગસ્ટર કૉન્સેપ્ટની જેમ ફ્લેયર્ડ વ્હીલ આર્ચ અને પહોળા પાછળના હોન્ચ મળવવાની અપેક્ષા છે. તેમાં 17 ઈંચના એલોય વ્હીલ્સ જોવા મળ્યા છે. આ 5-સ્પોક ડિઝાઇન એલોય વ્હીલ્સ પર ડાર્ક ફિનિશિંગ આપવામાં આવ્યું છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ લગભગ 220 mm થી 230 mm સુધી રહેવાની ધારણા છે. આ ઉપરાંત AWD ડ્રાઇવટ્રેન મેળવવાની શક્યતા વધુ છે. આગળની વિન્ડસ્ક્રીનની ઊંચાઈ ઘણી ઓછી છે, જેનું કારણ સ્ટ્રેટ એ-પિલર્સ હોય શકે છે. તેના ઈન્ડિયા-સ્પેક મોડલ અંદર ઘણી જગ્યા મળવાની શક્યતા છે, જેમાં પાછળની ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી શકે છે. તેનું એક્ઝોસ્ટ બોડીથી ઘણુ અલગ છે, જેને પ્રોડક્શન મોડલમાં બદલવામાં આવે તેવી શક્યતા છે. ટેલ લાઇટને કેટલાક ભાગોમાં વહેંચવામાં આવી છે. તેમાં નિસાન મેગ્નાઈટ જેવું જ સ્પોર્ટી રૂફ સ્પોઈલર પણ આપવામાં આવ્યું છે. તેની ડિઝાઇનમાં અનેક સુધારા થવાની અપેક્ષા છે.
2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે
અત્યાર સુધી જે સ્પાઈ તસવીરો સામે આવી છે તેમાં આ SUVનું ઈન્ટિરિયર જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આઉટગોઇંગ મોડલ્સથી વિપરીત તે વધુ સારી ક્વોલિટી સાથે ડિઝાઇન અને ઈન્ટીગ્રેટેડ લેઆઉટમાં મોટા સુધારાઓ મેળવવાની અપેક્ષા છે. કંપની આ કારને 2024માં પ્રદર્શિત કરી શકે છે અને તેને 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ SUV ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. જ્યાં તે Hyundai Creta, Maruti Suzuki Grand Vitara અને Honda Elevate સાથે સ્પર્ધા કરી શકે છે. Creta ડીઝલ અને પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જ્યારે ગ્રાન્ડ વિટારામાં 1.5L પેટ્રોલ અને હાઇબ્રિડ સિસ્ટમ સાથે CNG પાવરટ્રેન વિકલ્પ મળે છે.