Skoda ની નવી સેડાન Slavia પરથી ઉઠ્યો પડદો, હોન્ડા સિટી અને હ્યુન્ડાઈ વર્નાને આપશે ટક્કર
Skoda Slavia Sedan Revealed: રેપિડની તુલનામાં નવી સ્લાવિયા નવી સ્કોડા ગ્રિલ સાથે વધારે પ્રીમિયમ લુક આપે છે. જે રેપિડની તુલનામાં મોટી, પહોળી અને લાંબી છે.
Skoda Slavia Sedan Revealed: સ્કોડા (Skoda) નવી સેડાના સ્લાવિયા પરથી પડદો ઉઠી ગયો છે. ભારતમાં રેપિડને (Rapid) બદલવા માટે સ્લાવિયાને ઓક્ટેવિયાથી (Octavia) નીચે રાખવામાં આવશે અને તે MQB A0 IN પ્લેટફોર્મ પર આધારિત હશે. રેપિડની તુલનામાં નવી સ્લાવિયા નવી સ્કોડા ગ્રિલ સાથે વધારે પ્રીમિયમ લુક આપશે.
શું કર્યો છે દાવો
નવી સ્લાવિયા રેપિડની તુલનામાં વધારે મોટી, પહોળી અને લાંબી છે. જ્યારે પોતાના ક્લાસમાં સૌથી લાંબા વ્હીલબેસ હોવાનો પણ દાવો કરે છે. બૂટ સ્પેસનો પણ આ ક્લાસમાં સૌથી મોટો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કેવા છે ફીચર
ઈન્ટીરિયરમાં પણ નવી સ્કોડા ડિઝાઇન ફિલોસોફી મળે છે અને તે પણ ફ્લોટિંગ ટચસ્ક્રીન તથા ટ્રેડ માર્ક ટૂ સ્પોક સ્ટીયરિંગ વ્હીલની સાથે. ટચસ્ક્રીન 10.1 ઈંચની છે. તેમાં જરૂરી સુવિધાઓ છે. આ ઉપરાંત ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર, ઈલેક્ટ્રિક સનરૂફ, કનેક્ટેડ કાર ટેકનોલોજી, હવાદાર સીટ અને ટચ એસી કંટ્રોલ છે. કારમાં પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, ઓટો હેડલેમ્પ અને છ એરબેગ, મલ્ટી કોલિજન બ્રેક તથા ક્રૂઝ કંટ્રોલ વગેરે જેવા સુરક્ષા ફીચર પણ છે.
શું છે વિશેષતા
Kushaq ની જેમ સ્લાવિયા બે ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવી રહી છે. રેન્જ સ્ટાર્ટર 115hp વાળું 1.0 લીટર ટર્બો પેટ્રોલ છે અને તે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે આવશે. વધારે શક્તિશાળી એડિશન 1.5 TSI 150hp અને 250Nm ટોર્ક સાથે અથવા તો 6 સ્પીડ મેન્યુઅલ કે 7 સ્પીડ ડુઅલ ક્લચ ઓટોમેટિક છે. કુશાકની જેમ 1.5 ટીએસઆઈ પાવર તથા ટોર્ક મામલે આ શ્રેણીમાં સૌથી શક્તિશાળી ટર્બો પેટ્રોલ એન્જિન છે.
ક્યારે થશે લોન્ચ અને કોને આપશે ટક્કર
સ્લાવિયા આગામી વર્ષે લોન્ચ થશે. હોન્ડા સિટી અને હ્યુન્ડાઈ વર્ના જેવી પ્રીમિયમ મધ્યમ આકારની કારની સાથે તેની હરિફાઈ થશે.