શોધખોળ કરો

Top Bike: ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી રહી છે આ પાંચ સસ્તી બાઇક, મળે છે સસ્તાં બજેટમાં હટકે ફિચર્સ....

દેશના ઘરેલુ માર્કેટમાં બાઇકનું વેચાણ સૌથી વધુ થાય છે. એટલા માટે અમે તમને અહીં એવી પાંચ બાઇકો વિશે બતાવી રહ્યાં છીએ

Bike Under 1Lakh: દેશના ઘરેલુ માર્કેટમાં બાઇકનું વેચાણ સૌથી વધુ થાય છે. એટલા માટે અમે તમને અહીં એવી પાંચ બાઇકો વિશે બતાવી રહ્યાં છીએ, જે બજેટ અને માઇલેજ બન્નેના મામલામાં શાનદાર છે, અને તમે જોતાની સાથે જ ખરીદવાનું મન બનાવી લેશો.....

ટૉપ 5 સસ્તી અને હટકે ફિચર્સ વાળી બાઇક્સ - 

હીરો એચએફ ડીલક્સ - 
બજેટ બાઇકના લિસ્ટમાં હીરોની હીરો એચએફ ડીલક્સ બાઇક પહેલા નંબર પર છે. આ બાઇકને 68,000 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ બાઇકમાં 97.2 સીસી એર કૂલ્ડ 4 સ્ટૉક સિલીન્ડર OHC એન્જિન અવેલેબલ છે, જે 8,000 Rpm પર 5.9 kW નો પાવર અને 6,000 Rpm પર 8.05 ન્યૂટન મીટરનો ટૉર્ક આપે છે. એડવાન્સ્ડ પ્રૉગ્રામ્ડ ફ્યૂલ ઇન્જેક્શન (APFE) વાળી આ બાઇક કિક અને સેલ્ફ સ્ટાર્ટના ફિચર સાથે આવે છે.

હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક  - 
સસ્તા બજેટમાં આવનારી બીજી બાઇક હીરોની હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક છે. હીરો પોતાની આ બાઇકનુ વેચાણ 72,900 રૂપિયામાં એક્સ શૉરૂમની કિંમતમાં કરે છે. વળી, આ બાઇકમાં મળનારા ફિચર્સની વાત કરીએ તો આમાં કેટલાક ફન્કી બૉડી ગ્રાફિક્સ, LED HIPL (હાઇ ઇન્ટેન્સિટી પૉઝિશન લેમ્પ) ની સાથે સાથે સ્પાર્કલિંગ બીટા બ્લૂ, કેનવાસ બ્લેક, ટૉરનેડો ગ્રે અને પર્લ વ્હાઇટ જેવા ચાર નવા કલર ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે.

ટીવીએસ રેડિયન - 
ત્રીજા નંબર પર ટીવીએસ રેડિયન બીએસ6 એન્જિનની સાથે છે. દેખાવમાં આ બાઇક બિલકુલ સિમ્પલ છે. ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરને પણ BS4 ની જેમ જ રાખવામાં આવ્યુ છે. પરંતુ આ બાઇકમાં નવું એન્જિન માલફન્ક્શન ઇન્ડિકેટર, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, USB ચાર્જર, પિલિયન ગ્રેબરેલની સાથે કેરિયર અને એક લગેજ હૂક પણ આપવામાં આવ્યો છે, આ બાઇક 71675 રૂપિયાની કિંમતમાં અવેલેબલ છે.

હોન્ડા સીડી 110 - 
આ લિસ્ટમાં ચૌથા નંબર પર હોન્ડાની સીડી 110 બાઇક ઉપલબ્ધ છે. આની કિંમત 71,133 રૂપિયા એક્સ શૉરૂમ છે. આ બાઇક 8.67 bhp નો પાવર અને 9.30 Nm ટૉર્કની સાથે 109.51cc BS 6 એન્જિનની સાથે ઉપલબ્ધ છે. આને 4-સ્પીડ ગિયરબૉક્સની સાથે જોડવામાં આવ્યું છે.

 

Honda Activa H-Smart : હોંડાએ લોંચ કર્યું નવું એક્ટિવા H-Smart, કિંમત પણ પોસાય તેવી

Honda Activa H Smart: ટુ-વ્હીલર ઉત્પાદક હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ દેશમાં તેના સૌથી લોકપ્રિય સ્કૂટર મોડલ એક્ટિવાના H-Smart વેરિઅન્ટને લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કૂટરની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 74,536 રૂપિયા રાખી છે. આ સ્કૂટર H-Smart ટેક્નોલોજી સાથે કંપનીના હાલના Activa 6Gનું અપડેટેડ મોડલ છે.

કેટલી છે કિંમત?

હોન્ડા અનુસાર નવી એક્ટિવા એચ-સ્માર્ટ ત્રણ ટ્રિમમાં લાવવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ, ડીલક્સ અને સ્માર્ટનો સમાવેશ થાય છે. તેમની એક્સ-શોરૂમ કિંમત અનુક્રમે ₹74,536, ₹77,036 અને ₹80,537 છે. આ સ્કૂટરમાં પાંચ નવા પેટન્ટ ટેક્નિકલ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

શું છે નવું ?

સુવિધાઓ કેવી છે?

નવી Honda Activa H-Smartમાં 12-ઇંચના ફ્રન્ટ એલોય વ્હીલ્સ, મોટા વ્હીલબેઝ, ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, લાંબો ફૂટબોર્ડ એરિયા, નવી પાસિંગ સ્વીચ, એડજસ્ટેબલ રીઅર સસ્પેન્શન અને DC LED હેડલેમ્પ્સ છે. જેના કારણે તેની સવારી ખૂબ જ સરળ બની જાય છે.

આ નવી તકનીકોનો કરાયો છે ઉપયોગ

કંપનીએ એક્ટિવા એચ-સ્માર્ટમાં ઘણી બધી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમાં 110cc PGM-FI એન્જિન આપવામાં આવ્યું છે. OBD2 સાથે આ એન્જિનમાં ઉન્નત સ્માર્ટ પાવર (eSP) ટેક્નોલોજી પણ ઉમેરવામાં આવી છે. આ સાથે અપડેટેડ પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઈન્જેક્શન, સુધારેલી સ્માર્ટ ટમ્બલ ટેક્નોલોજી, ACG સ્ટાર્ટર અને ફ્રિકશન રિડક્શન ટેક્નોલોજીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેટન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ પાવરટ્રેનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવ્યો છે.

ટીવીએસ જ્યુપિટરને આપશે ટક્કર?

ભારતમાં TVS Jupiterની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 73,488 રૂપિયા છે. તે 6 વેરિઅન્ટ અને 16 કલરમાં ઉપલબ્ધ છે. તેમાં 109.7cc BS6 એન્જિન છે, જે 7.77 bhpનો પાવર અને 8.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

ટોપ સ્ટોરી

₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget