Tips: જો તમે ઇલેક્ટ્રિક બાઇક કે કાર ચલાવતા હોય તો હંમેશા આ ત્રણ વાતોનુ રાખવુ જોઇએ ધ્યાન, નહીં તો.........
અહીં બતાવેલી વસ્તુઓનુ જો તમે ધ્યાન નહીં રાખો તો તમારે મોટો ખર્ચ આવી શકે છે, એટલુ જ નહીં સમય પહેલા તમારુ ઇલેક્ટ્રિક વાહન ખરાબ પણ થઇ જઇ શકે છે......
How To Increase Electric Vehicle Range: જો તમારી પાસે કોઇ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, પછી તે ભલે ઇલેક્ટ્રિક કાર હોય, ઇલેક્ટ્રિક સ્કૂટર હોય કે પછી ઇલેક્ટ્રિક મૉટરસાયકલ હોય. તો તમારા મનમાં રેન્જને લઇને ચિંતા જરૂર હશે. આવામાં આજે અમે તમને ઇલેક્ટ્રિક વાહનોની સારી રેન્જ હાંસલ કરવા માટેની બેસ્ટ ટિપ્સ બતાવી રહ્યા છીએ. અહીં બતાવેલી વસ્તુઓનુ જો તમે ધ્યાન નહીં રાખો તો તમારે મોટો ખર્ચ આવી શકે છે, એટલુ જ નહીં સમય પહેલા તમારુ ઇલેક્ટ્રિક વાહન ખરાબ પણ થઇ જઇ શકે છે......
આ ત્રણ વસ્તુઓનો રાખો ખાસ ખ્યાલ-
ચાર્જિંગ -
ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય ડિપ ડિસ્ચાર્જ ના થવા દો, આનાથી બેટરી પર અસર પડે છે. આમ કરવાથી રેન્જ ઓટોમેટિક ધીમે ધીમે ઓછી થતી જાય છે. હંમેશા 20 ટકા બેટરી બચતા પહેલા જ તેને ચાર્જ કરી દો.
સ્પીડ -
ઇલેક્ટ્રિક વાહનની સ્પીડ જેટલી વધારે હશે, તેની બેટરી તેટલી જ જલદી ખતમ થઇ જશે. ઇલેક્ટ્રિક ચલાવતી વખતે સ્પીડ ખાસ ધ્યાન રાખો. ઇલેક્ટ્રિક વાહનને ઇકોનૉમિક સ્પીડમાં ચલાવવા જોઇએ. વારંવાર સ્પીડને રફ રીતે વધારવી કે ઘટાડવી પણ ના જોઇએ.
ઓવરલૉડિંગ -
ઇલેક્ટ્રિક વાહનમાં ઓવરલૉડિંગ કરવાથી મૉટર પર દબાણ પડે છે. ઓવરલૉડિંગના કારણે મૉટર કામ કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે, જેનાથી બેટરી કન્ઝ્યૂમિંગ વધી જશે. આનાથી ઇલેક્ટ્રિક વાહનની રેન્જ ઓછી થાય છે, એટલા માટે ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય પણ ઓવરલૉડિંગ ના કરો.
આ પણ વાંચો.........
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત
દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ
ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે
ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો
જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી