શોધખોળ કરો

Volvo કંપનીએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રીક SUV કાર Volvo XC40 Recharge, જાણો કિંમત અને ફિચર્સ

વોલ્વો કંપનીએ પોતના પ્રથમ ઈલેક્ટ્રીક કાર XC40 રિચાર્જને (XC40 Recharge) ભારતમાં લોન્ચ કરી દીધી છે.

Volvo XC40 Recharge Launch: વોલ્વો કંપનીએ પોતના પ્રથમ ઈલેક્ટ્રીક કાર XC40 રિચાર્જને (XC40 Recharge) ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ SUV કારની કિંમત  55.90 લાખ રુપિયાથી (એક્સ-શોરુમ) શરુ થાય છે. વોલ્વોએ આ કારનું એક જ ફુલ્લી લોડેડ વેરિયેન્ટ માર્કેટમાં ઉતાર્યું છે, જેને P8 AWD નામ અપાયું છે. આ કારની ડિલીવરી આ જ વર્ષે ઓક્ટોમ્બરમાં શરુ કરવામાં આવશે. એક્સટીરિયરની વાત કરીએ તો, નવી વોલ્વો XC40 રિચાર્જને (XC40 Recharge) બ્લૈંક્ડ-આઉટ ગ્રિલ, બોડી કલર અને બૂટલિડ ઉપર રિચાર્જ બૈજિંગ ICE વર્જનથી અલગ જ ઓળખ આપે છે. આ સિવાય તેના એક્સટીરિયરમાં મળનારી નવી એલઈડી હેડલેમ્પ્સ, 19-ઈંચ ડ્યુલ-ટોન અલોય વ્હીલ્સ ફ્રંટ અને રિયર બંપર ઉપર બ્લેક ક્લૈડિંગ અને વર્ટિકલી સ્ટૈક્ડ એલઈડી ટેલ લાઈટ્સ તેને એક પ્રીમિયમ લુક આપે છે.

વોલ્વો XC40 રિચાર્જનું ઈંટીરિયરઃ
2022 વોલ્વો XC40 રિચાર્જના ઈંટીરિયરમાં 12-ઈંચનું ફુલ-ડિજિટલ ઈંસ્ટ્રુમેંન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી કેમેરા, મેમરી ફંક્શન સાથે ઈલેક્ટ્રિકલી એડજસ્ટ થતી ફ્રંટ સીટ, અડેપ્ટિવ ક્રુજ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ, ડુઅલ-જોન ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ મળે છે. આ સાથે આ ઈલેક્ટ્રીક કારમાં એક 13-સ્પીકર હરમન કાર્ડન-સોર્સ્ડ મ્યુઝિક સિસ્ટમ અને એક વર્ટિકલી-સ્ટૈક્ડ ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.

વોલ્વો XC40 રિચાર્જનું  પાવરટ્રેનઃ
વોલ્વો XC40 રિચાર્જમાં એક 78kWh બેટરી પેક છે, જે વધુમાં વધુ 402bhpનું પાવર આઉટપુટ અને 660Nmનું ટાર્ક જનરેટ કરે છે. આ ઈલેક્ટ્રીક કાર તેના ચારેય ટાયરને પાવર સપ્લાય કરે છે. કંપનીનો દાવો છે કે, આ ઈલેક્ટ્રીક કાર એક વખત ચાર્જ કર્યા બાદ 418kmsની રેંજ આપે છે. XC40 રિચાર્જ 4.9 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પિડ પર પહોંચી શકે છે. જ્યારે ટોપ સ્પીડ ઈલેક્ટ્રોનિકલી 180 કિમી પ્રતિ કલાકની છે. 150kW DC ફાસ્ટ ચાર્જરની મદદથી કારની બેટરીને 28 મિનીટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Embed widget