શોધખોળ કરો
જીતુ વાઘાણીના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું, જાણો કઈ નગરપાલિકા કરી કબજે? કોંગ્રેસે કોને બેસાડ્યા સત્તાસ્થાને?

1/6

પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં સોમવારે મહુવા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના 13 સભ્યો અને ભાજપના 7 સભ્યોએ ભાજપ વિરોધી મતદાન કરી નગરપાલિકામાં સત્તા પલટાવી દીધી હતી. આ પૈકી બળવો કરી કોંગ્રેસને સત્તાનું સુકાન અપાવવા બદલ ભાજપના બે સભ્યને મુખ્ય હોદ્દા મળ્યા છે.
2/6

મહુવા નગરપાલિકાની સત્તામાંથી ભાજપને હટાવવા માટે બળવો થતાં વર્ષોથી શાસન ચલાવનાર ભાજપના શાસકો ચોંકી ઊઠયા છે. ઘણાં સમયથી ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો હતો અને ચોક્કસ ટોળકી જ સત્તા પર કબજો કરીને બેસી જતી હતી તેથી અસંતોષ પેદા થયો હતો.
3/6

તાજેતરમાં મહુવા અને પાલિતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. મહુવામાં ભાજપના 3 મહિલા સહિત 7 સભ્યોએ પક્ષપલટો કરી ભાજપના સત્તાવાર ઉમેદવાર વિરૂધ્ધ વોટિંગ કરતા વર્ષોથી મહુવામાં સત્તાનું સુકાન સંભાળતા ભાજપે હવે વિપક્ષમાં બેસવાનો વખત આવ્યો છે.
4/6

ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી જોરમાં આવેલી કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ગઢમાં જ ગાબડુ પાડીને ભાજપને મોટો ફટકો માર્યો છે. કોંગ્રેસે વાઘાણીના ગઢ મનાતા ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકામાં ભાજપના સભ્યોને ખેરવીને આ નગરપાલિકા કબજે કરી છે.
5/6

કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર મૂળ ભાજપના મંગુબહેન બારૈયાને પ્રમુખ અને શૈલેષ સેતાને ઉપપ્રમુખનો તાજ અપાયો હતો. ભાજપ તરફથી મંગુબહેન ડી. બારૈયા, દર્શનાબહેન ઝવેરી, શૈલેષ સેતા, બિપીન સંઘવી,અશોક વાઢેર, મધુબહેન ગુજરિયા અને મહેશ વ્યાસે બળવો કરીને કોંગ્રેસને પછડાટ આપી છે.
6/6

ભાજપના 7 સભ્યોએ બળવો કરીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડતાં હવે મહુવા નગરપાલિકામાં અઢી વર્ષ માટે હવે કોંગ્રેસ શાસન સંભાળશે. મહુવા નગરપાલિકામાં 23 સભ્યોની બહુમતી સાથે સત્તા પર પર બેસનાર ભાજપે પહેલા અઢી વર્ષ શાસન કર્યું પણ હવે પછડાટ આપી કોંગ્રેસ સત્તા પર આવી છે તેથી બીજી ટર્મ માટે કોંગ્રેસ સત્તા પર રહેશે.
Published at : 05 Jun 2018 10:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
મનોરંજન
Advertisement
