શોધખોળ કરો
નરેન્દ્ર મોદી આજે અમારા કારણે જીવતા છે, કોણે કર્યો આ ચોંકાવનારો દાવો, બીજું શું કહ્યું, જાણો
1/9

ભાવનગર: ગુજરાતના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે અમે ના હોત તો આતંકવાદીઓ ફાવી ગયા હોત અને દેશના વડાપ્રધાનપદે બેઠેલા નરેન્દ્ર મોદી ક્યારનાય પતી ગયા હોત. મોદી આજે જીવતા ના હોત અને દેશનો ઈતિહાસ કોઈ જુદી જ દિશામાં જતો રહ્યો હોત.
2/9

3/9

4/9

તેમણે દલિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દલિતો હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ છે અને દલિતોના નામે રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. હિન્દુઓએ જ્ઞાતિના ટૂકડાઓમાં વહેંચી નાખવાના આતંકવાદીઓના કાવત્રાને સફળ થવા દેવું ના જોઈએ.
5/9

તેમણે કહ્યું કે આજે રાજ્યભરમાં અમારાં સન્માન થઈ રહ્યા છે, એ પ્રજાનો પ્રેમ છે. આ સન્માન લઈને અમે બેસી નહીં રહીએ પણ દેશ માટે, સંસ્કૃતિ માટે જે કંઈ કરવાની જરૂર પડે તે બધું જ કરી છૂટીશું. જરૂર પડ્યે જાન કુરબાન કરી દેતાં પણ અચકાઈશું નહીં.
6/9

તેમણે ભારતની સંસ્કૃતિની મહત્તા અને સામાજિક સમરસતાની પણ વાત કરી હતી. દેશ માટે એક નવા સ્વરૂપે લડવા માટે હિન્દુત્વને અખંડિત રાખવાના નિર્ધારની જાહેરાત સાથે તેમણે 2017ની ચૂંટણીમાં તેમની મહત્વની ભૂમિકા રહેશે તેવું કહ્યું હતું પણ સ્પષ્ટ રીતે કોઈ જાહેરાત નહોતી કરી.
7/9

તેમણે કહ્યું કે આતંકવાદીઓ, દેશવિરોધી રાજકારણીઓ અને દેશના દરેક દુશ્મનને અમારો પડકાર છે. જેલમાં અમે કસરત કરીને અમારા શરીરને, આધ્યાત્મિક વાંચનથી અમારા મનને વધુ મજબૂત બનાવ્યું છે. અને જેલમાં રહીને કરેલા તપથી મેળવેલી શક્તિનો ઉપયોગ અમે દેશના કલ્યાણ અને રક્ષણ માટે જ કરીશું.
8/9

તેમણે કહ્યું કે અમે અમારી ફરજના ભાગરૂપે કાયદાની મર્યાદામાં રહીને દેશ હિત માટે જે પણ કરવું પડે તે કર્યું છે. તેમણે ઉમેર્યું કે કમનસીબે અત્યારે જ રીતે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માગવામાં આવે છે તે રીતે અમારી પાસે પણ પુરાવા મંગાયા હતા અને હલકા રાજકારણીઓ દેશભક્તોને ભીંસમાં લેવા હંમેશાં મથે છે.
9/9

ભાવનગર ખાતે જાહેર નાગરિક સન્માન સમિતી દ્વારા કરાયેલા સન્માનના પ્રતિભાવમાં વણઝારાએ આ ચોંકાવનારૂં નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ ગુજરાતને કાશ્મીર બનાવી દેવાનું કાવતરૂં ઘડ્યું હતું અને આતંકવાદીઓ આ કાવતરૂં પાર પાડે તે પહેલાં જ તેમનો સફાયો કરવાની જરૂર હતી.
Published at : 17 Oct 2016 09:47 AM (IST)
View More
Advertisement





















