શોધખોળ કરો

હમાસનો વિદ્રોહ અને ઇઝરાયલનું અપમાન 

હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો તેને હવે 48 કલાકથી વધુ સમય થઈ ગયો છે, જેણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દિધો છે અને યહૂદી રાજ્ય શોક અને ગુસ્સામાં  ગરકાવ થઈ ગયું છે. ઇઝરાઇલના રાજનેતા અને જનરલ બદલો લેવા માટે તલપાપડ છે અને હમાસનો સંપૂર્ણ નાશ કરવા અને ગાઝાને નવેસરથી ઇઝરાઇલના કબજામાં કરવા માટે  આહ્વાન કરી રહ્યા છે. 1100 થી વધુ લોકો, સંભવતઃ તેના કરતા પણ વધારે પહેલા જ મૃત્યુ પામ્યા છે - અને આમાંના મોટા ભાગના ઇઝરાયેલના છે, જો કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 400 પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા છે. એ પહેલા કે કોઈ અસાધારણ અને અશાંત સ્થિતિનું વિશ્લેષણ કરવા માટ આગળ વધે, જેનાથી પરિણામો નિસંદેહ પશ્ચિમ એશિયા અને તે પછીના વર્ષો સુધી પડઘો પાડશે, સૌથી પહેલા એ સ્પષ્ટ કરવું પડશે કે હમાસની વિશેષતા શું છે. 

ઇઝરાયેલ, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને યુરોપિયન યુનિયન (EU) ના દેશોએ વર્ષો પહેલા હમાસને 'આતંકવાદી સંગઠન' જાહેર  કર્યા હતા, પરંતુ ભારપૂર્વક જણાવવું જરુરી છે કે આ વિશ્વના મોટા ભાગના દેશનો આ  દૃષ્ટિકોણ નથી. ચીન, ભારત, રશિયા, બ્રાઝિલ અને તુર્કી એવા દેશોમાં સામેલ છે જેમણે હમાસને 'આતંકવાદી સંગઠન' જાહેર કરવાનો વિરોધ કર્યો છે. ડિસેમ્બર 2018 માં 193-સભ્ય યુએન જનરલ એસેમ્બલીમાં હમાસને 'આતંકવાદી સંગઠન' તરીકે નિંદા કરવા માટે રજૂ કરાયેલ ઠરાવ પસાર થયો ન હતો, માત્ર 87 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે જાહેર કર્યું છે કે ભારત ઇઝરાયેલની સાથે ઊભુ છે, તેમની સરકાર  એ લોકોમાં સામેલ હતી જેમણે 2018 માં ગેરહાજર રહેવામાં મત આપ્યો હતો.

હમાસ, જે ઇસ્લામિક પ્રતિરોધ  આંદોલનનું અરબી ટૂંકું નામ છે, એક  રાષ્ટ્રવાદી સંગઠન અને એક રાજકીય પક્ષ છે; તેની એક  ઉગ્રવાદી  શાખા (અલ-કાસમ બ્રિગેડ) ની સાથે સાથે  એક સામાજિક સેવા શાખા (દાવા) પણ છે, પરંતુ હમાસના પશ્ચિમી ખાતાઓમાં જેની હંમેશા ઉપાસના કરવામાં આવે છે, તે છે એક રાજકીય પક્ષ તરીકે તેની હાજરી છે. તેણે 2006ની પેલેસ્ટિનિયન ધારાસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો, એક એવી ચૂંટણી જેને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, યૂનાઇટેડ કિંગડમ અને ઇઝરાયેલે પેલેસ્ટિનિયન ઓથોરિટીની તરફેણમાં કરવાનો સખત પ્રયાસ કર્યો હતો. યુરોપિયન યુનિયન સહિતના આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ જાહેર કર્યું કે ચૂંટણી 'પ્રતિસ્પર્ધી અને વાસ્તવમાં લોકતાંત્રિક' હતી. આર્શ્ચર્યજનક રીતે,  હમાસે ફતહને 76-43 થી હરાવી ભારે બહુમત સાથે જીત મેળવી હતી. અમેરિકા,  કેનેડા અને બાદમાં યૂરોપીય સંઘે હમાસની આગેવાની હેઠળની સરકારને તમામ નાણાકીય સહાય અટકાવી દીધી, જેનાથી ન માત્ર હમાસ પરંતુ સ્પષ્ટપણે પેલેસ્ટિનિયન લોકોની ઇચ્છાને  નુકશાન પહોંચાડવામાં આવ્યું. આજ સુધી હમાસ પેલેસ્ટિનિયન નેશનલ ઓથોરિટી સંસદમાં બહુમતી રાખે છે.


આ આશ્ચર્યજનક હોવું જોઈએ નહીં કે ઇઝરાયેલ પર હમાસના ખૂની હુમલાના દુસ્સાહસના વિરોધમાં હવે પશ્ચિમમાંથી આવતી ટિપ્પણીથી આ ઇતિહાસ સંપૂર્ણપણે અસ્પષ્ટ કરવામાં આવી રહ્યો છે. નિશ્ચિત રુપથી નાગરિકોની અંધાધૂંધ અને ભયાનક હત્યાઓની સાથે, હમાસે એક સંગઠન તરીકે વિશ્વના ધ્યાન પર પોતાની પ્રશંસા કરવા માટે કંઈ કર્યું નથી જેને વાટાઘાટોના ટેબલ પર રાજકીય ખેલાડી તરીકે ગંભીરતાથી લેવામાં આવે.  250-કેટલાક ઇઝરાયેલીઓ એક મ્યુઝિક ફેસ્ટિવલમાં હુમલાના થોડાક કલાકોમાં જ માર્યા ગયા હતા, તેઓને તેમના માર્ગે આવી રહેલા ખૂની હુમલાની કોઈ કલ્પના નહોતી. વ્યક્તિએ, સૌથી સ્પષ્ટ શબ્દોમાં, નાગરિકોની હત્યાની નિંદા કરવી જોઈએ, પછી ભલે તે સ્ત્રીઓ, પુરુષો, બાળકો અથવા વૃદ્ધ હોય, અને તેવી જ રીતે બંધકોને અપમાનજનક અને સંસ્કારી વર્તનના તમામ નિયમોના વિરોધી તરીકે નિંદા કરવી જોઈએ.

Israeli emergency responders inspect the site of a rocket attack in Ashdod on Oct 9, 2023 | Photo: Getty


બે સવાલ 

જેમ કે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ દ્વારા જાહેર કરાયેલ આ 'યુદ્ધ'ના લાંબા ગાળાના પરિણામ શું હશે, તે કોઈ જાણતું નથી. વર્તમાન  માટે હાલની ચર્ચાનો ભાગ બનેલા અનેક વિચારણાઓ અથવા સવાલોમાંથી બે પર વિચાર કરવો પર્યાપ્ત છે. સૌથી પહેલા ઘણા લોકો માટે  સૌથી મોટો પ્રશ્ન એ છે કે હમાસે આકાશ, જમીન અને સમુદ્રમાં પૂરી તૈયારીઓ સાથે હુમલો કરી રીતે કર્યો અને ઇઝરાયલને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરવામાં કરી રીતે સફળતા મેળવી ? હું સૂચન કરવા માંગુ છું કે આ સવાલ, બિનમહત્વપૂર્ણ ન હોવા છતાં, સામાન્ય રીતે જેટલુ વિચારવામાં આવે છે તેના કરતા ઓછો રસપ્રદ છે. ઇઝરાયેલને કેટલાક સમયથી વિશ્વની સૌથી અત્યાધુનિક લશ્કરી ટેક્નોલોજી, સૌથી અદ્યતન સર્વેલન્સ ટેક્નોલોજી અને મોટી સંખ્યામાં રિઝર્વ સાથે એક નાનકડી પરંતુ અત્યંત સારી રીતે પ્રશિક્ષિત સેના ધરાવતા રાજ્ય તરીકે જોવામાં આવે છે.  ધ ગાર્ડિયન માટે લખતાં, પીટર બ્યુમોન્ટ એવી દલીલ કરે છે કે હમાસનો "ઇઝરાયેલ પરનો આશ્ચર્યજનક હુમલો … યુગો સુધી ગુપ્તચર વિભાગની નિષ્ફળતા તરીકે યાદ રાખવામાં આવશે" એવી દલીલમાં સામાન્ય રીતે યોજાયેલ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. તે અમને યાદ અપાવે છે કે, અન્ય લોકોની જેમ કે પેગાસસ સ્પાયવેરનો ઉદ્ભવ ઇઝરાયેલમાં થયો હતો, અને દેશનું સાયબર વોર યુનિટ, 8200, ઇઝરાયેલ સંરક્ષણ દળોમાં હવે સૌથી મોટું છે".


આ તમામ વિગતો જોતા એવું લાગે છે કે ઇઝરાયેલ હમાસ દ્વારા ઇઝરાયેલમાં કરવામાં આવેલા આ જોરદાર હુમલાથી સંપૂર્ણપણે તૈયાર ન હતું. અહીં સુધી કે હમાસના સૌથી કટ્ટર ટીકાકારો , જેમાં એક શંકાસ્પદ છે, ગુપ્ત રુપથી હજારો રોકેટ છોડવા અને આ રીતે આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ પર કબજો કરવો, બુલડોઝરનો ઉપયોગ કરીને ઇઝરાયેલ-ગાઝા બોર્ડરના એક ભાગને ધરાશાયી કરવો અને હમાસના લડવૈયાઓને ઇઝરાયેલી પ્રદેશમાં પેરાગ્લાઇડિંગ કરતા જોઈને સૌથી શાનદાર રીતે પોતાની ચતુરતા પર આશ્ચર્યચકિત થઈ રહ્યા હશે, ઇઝરાયલી અને અમેરિકન જાસૂસ શા માટે આમાંથી કોઈની માહિતી ન મેળવી શક્યા. તેનું કારણ ઇઝરાયલી અહંકાર, અંદાજે એક વર્ષથી આંતરિક રાજકીય ઉથલ-પાથલ અને હમાસને મોટાભાગે જોવાની વૃત્તિ છે. એક ખતમ થઈ ગયેલી સેના જેમા હુમલાખોરનુ ઝુંડ સામેલ છે.

આ તમામ વસ્તુઓ એ નજરઅંદાજ કરે છે કે દુનિયામાં ક્યાંય પણ સુરક્ષાની ફૂલપ્રૂફ કોઈ વ્યવસ્થા નથી અને ન તો પહેલા પણ રહી છે.  આ તે લોકોના ભ્રમથી એક છે જેઓ વિશ્વના સંપૂર્ણ વાસ્તવિક રાજકીય દૃષ્ટિકોણનું પાલન કરે છે. આ સિવાય, દુનિયાની કોઈપણ સુરક્ષા સિસ્ટમ એવા લોકો સામે ટકી શકતી નથી જેઓ તેમની આઝાદી મેળવવા માટે દ્રઢ હોય છે અને જેઓ આ પિંજરાની ગૂંગળામણને સહન કરવા તૈયાર નથી જેમાં તેમને બંધ કરવામાં આવ્યા છે. ગાઝા પટ્ટી બિલકુલ આવી જ છે - એક પાંજરુ જેમાં ઇઝરાયેલ દ્વારા  2007 માં  ગાઝા પર કઠોર  અને  અરાજક  નાકાબંધી લાગૂ કર્યા બાદથી લગભગ 2.5 મિલિયન લોકોને બંધ કરવામાં આવ્યા છે. દરેક પેલેસ્ટિનિયન હમાસનું સમર્થન નથી કરતો, પરંતુ એવો કોઈ પેલેસ્ટિનિયન નથી કે જે  સ્વતંત્રતાની આકાંક્ષા ન રાખતો હોય - જો કે આ થોમસ ફ્રીડમેન જેવા  તથાકથિત પ્રબુદ્ધ પશ્ચિમી ટિપ્પણીકારોના મગજથી ઘણુ દૂર છે, જેમની પાસે એકમાત્ર સ્પષ્ટીકરણ છે કે હમાસે ઇઝરાયલ પર શા માટે હુમલો કર્યો. સામાન્ય ભૌગોલિક રાજકીય દૃષ્ટિકોણ એ છે કે હમાસ સાઉદી-યુએસ સંબંધોના મિલાપ  અને તે જ રીતે ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં બાધા પાડવા  માટે ઉત્સુક છે. એમ માની લેવું નાદાની હશે કે હમાસને પણ આ ધ્યાનમાં ન હતું, પરંતુ સૌથી વધુ વિચારણા એ છે કે પેલેસ્ટિનિયન લોકોની તેમના લોકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમ્માન સુરક્ષિત કરવાની ઇચ્છા છે.

Palestinians inspect the damage after an Israeli airstrike on Sousi mosque in Gaza on Oct 9 | Photo: Getty

આ પછી સંક્ષિપ્તમાં આપણને  બીજા અન્ય સંબંધિત વિચાર પર લાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં રાજકારણીઓ અને ટિપ્પણીકાર, એવુ બોલી રહ્યા છે જેમ કે   તેઓ સારી રીતે પ્રશિક્ષિત સમૂહનો ભાગ હોય, હમાસના હુમલાને 'અકારણ' બતાવવામાં એકમત છે. નવ નિર્મિત રાજ્ય ઇઝરાયલ અને તેના પ્રમુખ સમર્થકો, સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ દ્વારા પેલેસ્ટાઇનની જાતીય સફાયાને 75 વર્ષ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં  પેલેસ્ટિનિયનોના આત્મનિર્ણયના અધિકારની જાહેરાત કરતા ડઝનબંધ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. તેમની એકમાત્ર અસર ઇઝરાયેલને પ્રોત્સાહિત કરવાની છે, જે પેલેસ્ટિનિયન ક્ષેત્ર પર ધીમે ધીમે અતિક્રમણ કરી રહ્યું છે.  વેસ્ટ બેંકમાં યહૂદી વસાહતીઓએ, વિશેષ રુપથી ઇઝરાયેલમાં છેલ્લી ચૂંટણી બાદ યહૂદી ચરમપંથિઓને  સત્તામાં અને નેતન્યાહૂના મંત્રીમંડળમાં લાવ્યા, પેલેસ્ટિનિયન ગામડાઓ ધમાલ મચાવી દીધી અને પેલેસ્ટિનિયન નાગરિકોને હેરાન પરેશાન કર્યા. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવા લોકો હશે જે પેલેસ્ટિનિયનોની જેમ દાયકાઓથી સતત ઉશ્કેરણી હેઠળ જીવ્યા હોય. આ વર્ષોમાં અમેરિકાએ એજ કર્યું  જે તે સૌથી શ્રેષ્ઠ કરે , એટલે કે વિશ્વના સૌથી મોટા ભાડૂતી સૈનિક અને હથિયાર  સપ્લાયરના રુપમાં કામ કરવાનું,  જ્યારે વિશ્વના સ્વતંત્રતાના પ્રથપ્રદર્શક હોવા અંગે ક્ષોભજનક વાતો કરે છે.

જેમ કે મે નોંધ્યું છે, અને સતત પુનરાવૃત્તિની યોગ્યતા તરીકે, વ્યક્તિએ હિંસા અને આ કિસ્સામાં ઇઝરાયેલ પર હમાસના હુમલાની શરતી રૂપે નિંદા કરવી જોઈએ. ઈઝરાયેલ સાથે સૈન્ય સંઘર્ષમાં હમાસ પ્રબળ ન હોઈ શકે. યુએસની  લશ્કરી સહાય સાથે અથવા તેના વિના, ઇઝરાયેલ હમાસને નષ્ટ કરી દેશે. તેમ છતાં, જ્યારે આપણે હિંસાના ચક્રને ઓળખીએ છીએ જેમાં દુર્ભાગ્યવશ હમાસે વધુ એક જીવનદાન આપ્યું છે, ત્યારે આપણે આપણી જાતને યાદ અપાવવું જોઈએ કે ધીમી ગતિએ તમામ લોકોને અપમાનિત કરા અને મારી નાખવા પણ સંભવ છે.  વિશ્વએ સુનિશ્ચિત કરવું જોઈએ કે પેલેસ્ટિનિયનો, જેમણે ઘણું સહન કર્યું છે, હવેથી આ ક્રૂર ભાગ્યથી બચેલા રહે. 

લેખક ઇતિહાસના પ્રોફેસર છે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ.

[Disclaimer: આ વેબસાઈટ પર વિવિધ લેખકો અને  સહભાગીઓ દ્વારા વ્યક્ત કરાયેલા  માન્યતાઓ અને મંતવ્યો વ્યક્તિગત છે  એબીપી નેટવર્ક પ્રા.લિ. તેમના મંતવ્યો, માન્યતાઓને પ્રતિબિંબિત કરતુ નથી. ]

View More

ઓપિનિયન

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget