Apple Mobile Phones

Apple Mobile Phones

એપલ હાલના સમયમાં ટેક્નોલોજી સેક્ટરમાં વિશ્વની સૌથી મોટી કંપની છે. અમેરિકાની મલ્ટીનેશનલ કંપની એપલની શરૂઆત વર્ષ 1977માં થઈ હતી. એપલ મુખ્ય રીતે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સોફ્ટવેર અને ઓનલાઈન સર્વિસીસ રિલેટેડ કામો પર જ પોતાનું ફોકસ રાખે છે. ટેક જાયન્ટ એપલને સ્માર્ટફોનની દુનિયામાં લીડર તરીકે જોવામાં આવે છે. એપલે પોતાનો પ્રથમ સ્માર્ટફોન 2007માં લોન્ચ કર્યો હતો. એપલે ઘણાં વર્ષો સુધી એક જ સ્માર્ટફોન લોન્ચ કરીને ટ્રેન્ડ સેટ કર્યો. જોકે 2013માં કંપનીએ પોતાની રણનીતિ બદલી અને વર્ષમાં એકથી વધારે ફોન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો. એપલના ફોન પોતાની જ ઓપરેટિંગ સિસ્ટમ iOS પર ચાલે છે. એપલે સ્માર્ટફોનની દુનિયામાં યૂઝર્સની પ્રાઈવેસીને મહત્ત્વ આપતા ખાસ સ્થાન બનાવ્યું છે.