શોધખોળ કરો
આ કંપની પોતાના ગ્રાહકોને રિચાર્જ કરાવવા પર આપી રહી છે હેલ્થ ઇન્શ્યૉરન્સ, બિમારીમાં દરરોજ કેટલો મળશે ખર્ચો, જાણો વિગતે
51 રૂપિયા અને 301 રૂપિયા વાળા પ્લાનના આ પ્લાન કૉમ્બો પ્રીપેડ પ્લાન છે. જેમાં યૂઝર્સને આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યૉરન્સ પણ મળી રહ્યું છે. કંપનીએ પોતાની અધિકારિક વેબસાઇટ પર આ પ્લાન્સની જાણકારી શેર કરી છે

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ જો તમે એક Vi યૂઝર છો તો તમારા માટે ખુશખબર છે, ટેલિકૉમ કંપની Vodafone Idea એટલે કે Viએ બે પ્લાન રિલૉન્ચ કર્યા છે. આ પ્લાનમાં સ્પેશ્યલ એ છે કે આમાં કૉલિંગ અને ડેટાની સાથે સાથે હેલ્થ ઇન્શ્યૉરન્સ પણ આપવામાં આવી રહ્યો છે. 51 રૂપિયા અને 301 રૂપિયા વાળા પ્લાનના આ પ્લાન કૉમ્બો પ્રીપેડ પ્લાન છે. જેમાં યૂઝર્સને આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યૉરન્સ પણ મળી રહ્યું છે. કંપનીએ પોતાની અધિકારિક વેબસાઇટ પર આ પ્લાન્સની જાણકારી શેર કરી છે. દરરોજ મળશે 2000 રૂપિયા.... Viની જાહેરાત કરી છે કે યૂઝર્સ 51 રૂપિયા અને 301 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની સાથે હેલ્થ ઇન્શ્યૉરન્સનો ફાયદો પણ લઇ શકે છે. કંપનીની વેબસાઇટ અનુસાર આ પ્લાન્સ અંતર્ગત બિમાર થવા પર યૂઝરને દસ દિવસ સુધી હૉસ્પીટલમાં ભરતી થવા પર દરરોજ 1000 રૂપિયા આપવામાં આવશે. વળી, જો કોઇ આઇસીયુમાં ભરતી થાય છે તો તેને દરરોજ 2000 રૂપિયા મળશે. આ હેલ્થ ઇન્શ્યૉરન્સનો ફાયદો 18 વર્ષથી 55 વર્ષ સુધીના લોકોને જ મળશે. 10 દિવસની અંદર કરી શકો છો ક્લેમ... Vi Hospicareના નામથી લૉન્ચ કરવામાં આવેલા આ પ્લાન્સમાં આપવામાં આવી રહેલો હેલ્થ ઇન્શ્યૉરન્સનો બેનિફિટ યૂઝર્સ પ્રાઇવેટ અને આયુષ હૉસ્પીટલમાં લઇ શકે છે. કંપનીએ સ્પષ્ટ કરી દીધુ છે કે દૂર્ઘટના ઘટવા પર હેલ્થ ઇન્શ્યૉરન્સ માટે પહેલા જ દિવસે ક્લેમ કરવો પડશે, જ્યારે બીજા કેસમાં 10 દિવસની અંદર ક્લેમ કરવામાં આવી શકે છે. આ દસ દિવસોની અંદર ડિસ્ચાર્જ સર્ટિફિકેટ બતાવીને હૉસ્પીટલમાં ખર્ચ થયેલી તમારી રકમ પાછી મળી જશે. આ છે રિચાર્જ ઓફર.... Viના 51 રૂપિયા વાળા પ્લાનમાં યૂઝર્સ તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ કરી શકે છે. સાથે જ આ પ્લાન અંતર્ગત દરરોજ 500 SMS ઉપરાંત 1.5GB ડેટા પણ મળશે. આ પ્લાન 28 દિવસ માટે વેલિડ છે. વળી 301 રૂપિયા વાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ 2GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની જ છે.
વધુ વાંચો





















