શોધખોળ કરો
Advertisement
સેમસંગ આજે 64MP કેમેરા અને 5000mAh બેટરી વાળો આ દમદાર ફોન કરશે લૉન્ચ, ક્યારે છે પહેલી સેલ
વળી પાંચ માર્ચે ફોનની પહેલી સેલ પણ શરૂ કરવામાં આવશે. આ ફોનને લઇને સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પર માઇક્રોસાઇટ બનાવવામાં આવી છે. ભારતમાં લૉન્ચિંગ પહેલાઆ ફોન રશિયા અને બ્રિટનમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ સેમસંગ આજે નવો સ્માર્ટફોન ગેલેક્સી A32 ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે. પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફોન માર્ચમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે, પરંતુ સેમસંગ ઇન્ડિયાના ટ્વીટર હેન્ડલ અનુસાર આ ફોન આજે ભારતીય માર્કેટમાં ઉતારવામાં આવશે. વળી પાંચ માર્ચે ફોનની પહેલી સેલ પણ શરૂ કરવામાં આવશે. આ ફોનને લઇને સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પર માઇક્રોસાઇટ બનાવવામાં આવી છે. ભારતમાં લૉન્ચિંગ પહેલાઆ ફોન રશિયા અને બ્રિટનમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે.
સંભવિત સ્પેશિફિકેશન્સ....
Samsung Galaxy A32માં 6.4 ઇંચ ફૂલ એચડી+ સુપર એમૉલેડ ડિસ્પ્લે આપવામા આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ અને રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ફોન ઓક્ટા-કૉર પ્રૉસેસર વાળો છે. ફોનમાં 6 GB રેમ 128 GB સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી એક ટીબી સુધી વધારવામાં આવી શકે છે.
આવો હશે કેમેરો.....
Samsung Galaxy A32માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલ, સેકન્ડરી કેમેરો, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ એન્ગલ, 5 મેગાપિક્સલ મેક્રો અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે.
5000mAhની હોઇ શકે છે બેટરી....
Samsung Galaxy A32માં પાવર માટે 5000mAh બેટરી આપવામાં આવી શકે છે, જે 15વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સ્ક્રીન ફિંગરપિન્ટ સ્કેનર વાળો હોઇ શકે છે. આ ફોન ઓસમ બ્લેક, ઓસમ બ્લૂ, ઓસમ વાયૉલેટ અને ઓસમ વ્હાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ થઇ શકે છે.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement