શોધખોળ કરો
Elon Musk ભારતમાં લાવશે ઇન્ટરનેટ સર્વિસ, 300 Mbpsની સ્પીડનો કર્યો દાવો
Starlinkને ભારતમાં આગામી વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે, પરંતુ હાલમાં એ વાતનો ખુલાસો નથી થયો કે તે આગામી વર્ષે ક્યારે લોન્ચ થશે.

અમેરિકન કંપની ટેસ્ટાલના ચીફ Elon Musk હવે ભારતમાં ઇન્ટનરેટ સર્વિસ લઈને આવી રહ્યા છે. મસ્ક ભારતમાં સેટેલાઈટ પર આધારિત ઇન્ટરનેટ સર્વિસ Starlink ભારતમાં લાવવાના છે. ફાસ્ટ ઇન્ટરનેટ માટે કંપનીએ ભારતમાં પ્રી બુકિંગ શરૂ કર્યું છે. SpaceX દ્વારા Starlink સર્વિસને ઓપરેટ કરવામાં આવે છે. SpaceXની એલન મસ્કે વર્ષ 2002માં શરૂઆત કરી હતી.
આ શહેરમાં થશે શરૂઆત
Starlinkને ભારતમાં આગામી વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે, પરંતુ હાલમાં એ વાતનો ખુલાસો નથી થયો કે તે આગામી વર્ષે ક્યારે લોન્ચ થશે. જોકે Starlinkની વેબસાઈટથી કનેક્શન પ્રી બુકિ કરાવી શકાય છે. એક રિપોર્ટનું માનીએ તો Starlinkનું આ ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન દેશમાં દિલ્હી, મુંબઈ, હૈદ્રાબાદ, બેંગલોર અને કોલકાતા જેવા શહેરમાં મળશે. જોકે વબસાઈટ પર તમારું એડ્રેસ ટાઈપ કરીને જાણી શકાય છે કે તમારા વિસ્તારમાં સ્ટારલિંકનું નેટ છે કે નહીં. એ જાણ્યા બાદ તમે ઇન્ટરનેટ કનેક્શન બુક કરાવી શકો છો.
300 Mbpsની મળશે સ્પીડ
Elon Muskની Starlink સર્વિસમાં 50થી 150Mbpsની સ્પીડ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે આ સ્પીડ વધીને 300Mbpsની થઈ જશે. Starlinkએ ભારતીય વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્શનનું પ્રી બુકિંગ શરૂ કરી દીધું છે. તેના માટે કંપની શરૂઆતમાં 99 ડોલર એટલે કે 7300 રૂપિયા ચાર્જ કરશે. આ કિંમતાં starlinkના ઇન્સ્ટોલેશન સુધીની સુવિધા આપવામાં આવી રહી છે.
પેમેન્ટ થશે રિફંડ
જ્યારે કિંમત ચૂકવ્યા બાદ તમારું લોકેશન રિઝર્વ કરી દેવામાં આવશે. આ કિંમત પૂરી રીતે રિફંડેબલ હશે. એવામાં જો તમે બાદમાં ઇન્ટરનેટ કનેક્શન ન લેવા માગતા હોવ તો તમારા ચૂકવા રૂપિયા તમને પરત મળી જશે. આ નેટ સર્વિસ માટે તમે ડેબિટ અથવા ક્રેડિ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement