શોધખોળ કરો
PUBGના દિવાનાઓ માટે સમાચાર, જાણો ક્યારે લૉન્ચ થશે આ ગેમ?
પહેલા રિપોર્ટ આવ્યા હતા કે પબજી 2020માં કે 2020ના અંત સુધીમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જોકે, હવે રિપોર્ટ છે કે પબજી લવર્સને હજુ પણ રાહ જોવી પડી શકે છે. વળી રિસેન્ટલી લૉન્ચ થયેલા PUBG: New state માટે પણ ભારતીય યૂઝર્સ રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે
![PUBGના દિવાનાઓ માટે સમાચાર, જાણો ક્યારે લૉન્ચ થશે આ ગેમ? Big news about pubg mobile game and reentry in india PUBGના દિવાનાઓ માટે સમાચાર, જાણો ક્યારે લૉન્ચ થશે આ ગેમ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/08180438/Pubg-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ PUBG ગેમના ભારતમાં લાખો દીવાના છે. વળી આજકાલ પબજી લવર્સ ફરી એકવાર પબજીને રિલૉન્ચિંગની રાહ જોઇને બેઠા છે. પહેલા રિપોર્ટ આવ્યા હતા કે પબજી 2020માં કે 2020ના અંત સુધીમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જોકે, હવે રિપોર્ટ છે કે પબજી લવર્સને હજુ પણ રાહ જોવી પડી શકે છે. વળી રિસેન્ટલી લૉન્ચ થયેલા PUBG: New state માટે પણ ભારતીય યૂઝર્સ રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે.
કરવો પડી શકે છે ઇન્તજાર...
PUBGને ભારતમા લાવનારી કંપની Krafton કંપની અનુસાર, ભારતમાં PUBGની વાપસીની આશા તો છે, પરંતુ તેની રાહ ખુબ મુશ્કેલ લાગી રહી છે. કંપનીનુ માનીએ તો ગેમની ભારતમાં વાપસી પર હજુ કંઇ કહી શકાય એમ નથી. Kraftonએ એવુ સ્પષ્ટ કરી દીધુ છે કે ભારત સરકાર જ્યાં સુધી આને લઇને પુરેપુરી મંજૂરી નહીં આપે ત્યાં સુધી પબજી લવર્સને ગેમ માટે ઇન્તજાર કરવો પડશે. વળી હવે જોવાની વાત એ છે કે જ્યાં સુધી આ ગેમ ભારતમાં આવે છે ત્યાં સુધી ફેન્સનું એક્સાઇટમેન્ટ એટલુ રહેશે.
પબજીએ કરી હતી પુરેપુરી તૈયારીઓ.....
ઉલ્લેખનીય છે કે ભારતમાં પબજી બેન થયા બાદ કંપની Tencent Games પાસેથી પબજી મોબાઇલના રાઇટ્સ પાછા ખેંચી લીધી હતા, આ ઉપરાંત PUBG Corporationએ ભારતમાં હાયરિંગ પણ શરૂ કરી દીધુ હતુ. એટલુ જ નહીં ગયા વર્ષે નવેમ્બરમાં ગેમનુ ટીઝર પણ લૉન્ચ કરી દીધુ હતુ. આ પછી લાગ્યુ હતુ કે ગેમ ભારતમાં બહુ જલ્દી ભારતમાં ફરીથી એન્ટ્રી કરશે. તાજેતરમાં જ કંપનીએ અનીશ અરવિંદને પબજી મોબાઇલ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર પણ અપૉઇન્ટ કર્યા છે. આ બધાને ધ્યાનમાં રાખીને લાગી રહ્યું છે કે કંપની કોઇપણ સ્થિતિમાં પબજીને ભારતમાં પાછી લાવવા માંગે છે. આ માટે સરકારની લીલી ઝંડી મળવાની રાહ જોવાઇ રહી છે.
(પ્રતિકાત્મક તસવીર)
![PUBGના દિવાનાઓ માટે સમાચાર, જાણો ક્યારે લૉન્ચ થશે આ ગેમ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/08180428/Pubg-01-300x205.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)