
Asus Mobile Phones
આસુસ તાઈવાન બેઝ્ડ ટેક કંપની છે. 1989માં શરુ થયેલી આસુસ કંપનીએ શરુઆતમાં કમ્પ્યુટરના હાર્ડવેર પર જ ફોકસ કર્યું હતું. બાદમાં કંપની લેપટોપ પર પણ ફોકસ કરવા લાગી. ધીમે ધીમે કંપનીએ ફોન અને ઈલેક્ટ્રોનિક્સના અન્ય પ્રોડક્ટ્સ માટે પણ હાર્ડવેર બનાવવાનું શરું કરી દીધું.
2014માં આસુસના સ્માર્ટફોન માર્કેટમાં ઉતરવાનો નિર્ણય લીધો. કંપનીએ Zenfone સીરિઝ દ્વારા મિડ રેન્જ સેગમેન્ટમાં પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. હાલમાં કંપની ગેમિંગને સપોર્ટ કરતા સ્માર્ટફોન પર ફોકસ કરી રહી છે. જો કે, કંપની અત્યાર સુધી ટોપ 5 સ્માર્ટફોન મેકર્સમાં જગ્યા બનાવી શકી નથી.
આસુસ હાલમાં કમ્પ્યુટર, લેપટોપ, નોટબુક, મોબાઈ ફોન, નેટવર્કિંગ ઈક્વિપમેન્ટ, ટેબલેટ લોન્ચ કરે છે. આસુસે પોતાના સ્માર્ટફોન Intel અને ક્વોલકૉમના ચિપસેટ સાથે જ લોન્ચ કર્યા છે.
વર્ષ 2020 જુલાઈમાં કંપનીએ ગેમિંગ પર ધ્યાન આપતા ROG 3 સ્મારફોન માર્કેટમાં ઉતાર્યો છે. સ્માર્ટફોનને 8GB રેમ, 12GB રેમ અને 16GB રેમ વેરિએન્ટમાં લોન્ચ કર્યા છે.
TV
Appliances
Accessories






























