BlackBerry Mobile Phones

BlackBerry Mobile Phones

બ્લેકબેરી કેનેડાની બેસ્ટ કંપની છે. બ્લેકબેરીની શરૂઆત 1984માં થઈ હતી. બ્લેકબેરીને સોફ્ટવેર અને ઇન્ટરનેટ સાથે જોડાયેલ દુનિયામાં એક મલ્ટીનેશનલ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આમ તો કંપનીએ બ્લેકબેરી નામ સ્માર્ટફોન માર્કેટમાં ઝંપલાવવા માટે પસંદ કર્યું હતું. અસરમાં કંપનીની ઓળખ રિસર્ચ ઇન મોશનના મામથી છે. બ્લેકબેરી એ સ્માર્ટફોન કંપની છે જેણે મોબાઈલ માર્કેટમાં Qwerty ફોનની ફેટ આપી હતી. ટચ સ્ક્રીન સ્માર્ટફોન પોપ્યુલર થવા પહેલા સુધી યૂઝર્સમાં બ્લેકબેરીના ફોન્સની ઘણી માગ રહી હતી. બ્લેકબેરીએ વિતેલા કેટલાક વર્ષોમાં ટચ સ્ક્રીન બેસ્ડ Qwerty કીપેડવાળા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. બ્લેકબેરી શરૂઆતમાં પોતાની ઓપરેટિંગ સિસ્ટમવાળા જ સ્માર્ટફોન લોન્ચ કરી હતી. પરંતુ એન્ડ્રોઈડની વધતી લોકપ્રિયાતને જોતા કંપનીએ વર્ષ 2015માં પોતાનો પ્રથમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન લોન્ચ કર્યો. જોકે કંપનીએ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં BlackBerry Hub, BlackBerry Virtual Keyboard, BlackBerry Calendar, BlackBerry Contacts એપ્સ પણ આપી. 2015 બાદથી કંપનીએ એન્ડ્રોઈડ બેસ્ડ સ્માર્ટફોન જ લોન્ચ કર્યા છે. કંપનીએ જોકે એવું નથી કહ્યું કે, તે ફરી ક્યારેય બ્લેકબેરીની ઓપરેટિંગવાળા સ્માર્ટફોન લોન્ચ નહીં કરે.