Gionee Mobile Phones

Gionee Mobile Phones

જિઓની ચાઈનીઝ સ્માર્ટફોન મેકર છે. જિઓનીએ મોબાઈલ માર્કેટમાં વર્ષ 2002માં જ એન્ટ્રી કરી હતી. જોકે કંપનીને એક સમયે સ્માર્ટફોન માર્કેટમાં મોટી સફળતા મળી હતી. 2014માં જિઓનીએ વધારે પાવરની બેટરીવાળા સ્માર્ટફોન પર ફોકસ કરી ભારતીય બજારમાં પોતાની પકડ બનાવી હતી. જિઓનીએ વર્ષ 2016માં ભારતમાં પોતોનો મ્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ બનાવ્યો. 2016માં જ કંપનીએ પોતાનો પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો જેને F103 નામ આપવામાં આવ્યું હતું. જિઓનીએ વર્ષ 2018માં આંધ્ર પ્રદેશમાં પોતાના પ્લાન્ટને કાર્બન મોબાઈલને વેચી દીધો હતો. 2018માં કંપનીના ચેરમેને ગેમ્બલિંગમાં 1 હજાર કરોડ રૂપિયા ગુમાવી દાધા. આ કારણે કંપનીની સ્થિતિ ઘણી બગડી ગઈ. કંપનીએ વિતેલા બે વર્ષમાં માત્ર એક જ સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ વર્ષે કંપનીએ K6 સ્માર્ટફોન લોન્ચ કરવાની સાથે જ માર્કેટમાં ફરી વાપસીના સંકેત આપ્યા છે.