
Honor Mobile Phones
ઓનર ચીનની સ્માર્ટફોન મેક હુઆવેની સબ બ્રાન્ડ છે. ઓનર નામથી 2011માં હુઆવેએ પ્રથમ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. પરંતુ 2013માં ઓનરને અલગથી બ્રાન્ડ બનાવી દેવામાં આવી. 2016થી કંપનીનું ફોકસ ઓનલાઈન માર્કેટમાં સ્માર્ટફોન વેચવા પર છે. કેટલાક દેશોમાં ઓફલાઈન સ્ટોર પર પણ ઓનરના ફોન ખરીદવા માટે ઉપલબ્ધ છે. કંપનીનું માનવું છે કે ઓનલાઈન માર્કેટમાં સ્માર્ટફોન વેચવાના કારણે તેઓ પોતાના ફોનની કિંમત ઓછી રાખી શકે છે.
કંપની અત્યાર સુધીમાં 100થી વધારે સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. ઓનર આ વર્ષે મોટી બેટરી અને કેમેરા પણ વધારે ધ્યાન આપતા પોતાના નવા સ્માર્ટફોનને રજૂ કરવાની કોશિશ કરી છે. ઓનરના મોટાભાગના સ્માર્ટફોન મિડ રેન્જ સેગમેન્ટમાં જ લોન્ચ થાય છે.
TV
Appliances
Accessories
































