HP Mobile Phones

HP Mobile Phones

HP દુનિયાની સૌથી જુની ઇલેક્ટ્રૉનિક કંપનીઓમાંની એક છે. અમેરિકન મલ્ટીનેશનલ કંપની HPની શરૂઆત વર્ષ 1939માં થઇ હતી. શરૂઆતમાં કંપની ઇલેક્ટ્રૉનિક ટેસ્ટ અને મેજરમેન્ટ ઇક્વિપમેન્ટ બનાવતી હતી. 1998 બાદ કંપનીએ પોતાનો વધુ ફોકસ પ્રિન્ટર અે લેપટૉપ બનાવવા પર કર્યો, 2002મા HPનું Compaq માં મર્જર થઇ ગયુ. લેપટૉપ અને કૉમ્પ્યુટરનુ માર્કેટમાં HPને મોટી સફળતા મળી, વર્ષ 2007માં વર્ષ 2013 સુધી કૉમ્પ્યૂટરના બિઝનેસમાં HP દુનિયાની નંબર વન કંપની બની. જોકે બાદમાં લેનેવોએ નંબર વનની જગ્યા હાંસલ કરી દીધી. HPએ કૉમ્પ્યુટર માર્કેટમાં પોતાની જગ્યા બનાવવાની સાથે સ્માર્ટફોન પણ લૉન્ચ કર્યા. કંપનીએ 2004માં પોતાનો પહેલો ફોન લૉન્ચ કર્યા હતો. સ્માર્ટફોનની સાથે કંપનીએ ટેબલેટ માર્કેટમાં જગ્યા બનાવવાની કોશિશ કરી. HP એન્ડ્રોઇડ અને વિન્ડો બન્ને પ્લેટફોર્મ પર કામ કરતી રહી.જોકે 2016 બાદથી કંપનીએ પોતાનો કોઇ નવો સ્માર્ટફોન લૉન્ચ નથી કર્યો.