HTC Mobile Phones

HTC Mobile Phones

HTC તાઇવાન બેઝ્ડ સ્માર્ટફોન મેકર છે. એચટીસીની શરૂઆત વર્ષ 1997માં થઇ હતી. એચટીસીએ વર્ષ 1997માં લેપટૉપની ડિઝાઇન અને મેન્યૂફેક્ચરિંગની ટેકનિકથી દુનિયામાં પગ મુક્યો. એચટીસીએ શરૂઆતમાં વિન્ડો બેઝ્ડ સ્માર્ટફોન દ્વારા મોબાઇલના માર્કેટમાં એન્ટ્રી કરી. ઉલ્લેખનીય છે કે એચટીસીની મુશ્કેલીઓની શરૂઆત વર્ષ 2014 બાદ થઇ. એપલ અને સેમસંગની સાથે ટક્કરમાં એચટીસીનુ એપ્રિલ 2015માં માર્કેટ શેર 7.2 ટકા પર આવી ગયો. કંપનીને આ દરમિયાન સતત નુકશાન વેઠવાનો વારો આવ્યો. 2016માં એચટીસીએ પોતાનો બિઝનેસ વધારવાના બીજા ઓપ્શનો પર કામ કરવાનુ પણ શરૂ કરી દીધુ. એપલે ગૂગલ માટે પિક્સલ સ્માર્ટફોન પણ બનાવ્યા. 2009માં જોકે કંપનીએ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર શિફ્ટ થવાની જાહેરાત કરી. HTC અત્યાર સુધી 200ની નજીક સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂકી છે. છેલ્લા કેટલાય વર્ષોમાં પ્રૉડક્શન ઓછુ કર્યા બાદ 2020માં HTCએ સ્માર્ટફોનની દુનિયામાં ફરી એકવાર મજબૂતાઇથી વાપસી કરવાનો સંકેત આપ્યો છે.