
Intex Mobile Phones
ઇન્ટેક્સ ભારતીય ઇલેક્ટ્રૉનિક્સ કંપની છે. ઇન્ટેક્સ કંપનીની શરૂઆત 1996માં થઇ હતી, કંપનીનો શરૂઆતમાં કૉમ્પ્યુટરના હાર્ડવેર અને સાઉન્ડ સિસ્ટમ જેવી ઇલેક્ટ્રૉનિક્સ પ્રૉડક્ટ્સ પર જ પોતાનો ફોકસ હતો. જોકે, હવે કંપની ફિચર ફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન બન્ને બનાવે છે. 2013થી 2015ની વચ્ચે કંપનીએ 20 થી વધુ સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા. જોકે બાદમાં કંપની સ્માર્ટફોનની રેસમાંથી પાછડાઇ ગઇ અને પોતાના ફક્ત ફિચર ફોન જ બનાવવા લાગી. હાલ કંપની માત્ર ફિચર ફોન જ બનાવી રહી છે. પરંતુ ચીનની સાથે વિવાદ બાદ મેક ઇન ઇન્ડિયન સ્માર્ટફોનની માંગમાં તેજી દેખાઇ રહી છે. આવામાં બની શકે કે ઇન્ટેક્સ એકવાર ફરીથી સ્માર્ટફોન માર્કેટમાં પોતાની વાપસી કરે. વળી, અત્યાર સુધી ઇન્ટેક્સે 10 હજારથી ઓછા બજેટની કેટેગરીમાં પોતાનો ફોકસ રાખ્યો છે. 2018માં કંપનીએ 5 ઇંચની ડિસ્પ્લ વાળો Staari 11 સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. કંપનીએ આ સ્માર્ટફોનમાં 2400mAhની બેટરી અને 8 મેગાપિક્સલનો કેમેરો પણ આપ્યો હતો. આ ફોન બાદ કંપનીએ અત્યાર સુધી કોઇ સ્માર્ટફોન લૉન્ચ નથી કર્યો.




























