Karbonn Mobile Phones

Karbonn Mobile Phones

કાર્બન ઇન્ડિયન મોબાઇલ મેકર છે. કાર્બનની શરૂઆત વર્ષ 2009માં થઇ હતી. કાર્બને 2013, 2014માં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ટૉપ 5 માં જગ્યા બનાવી લીધી હતી. પરંતુ શ્યાઓમી, વીવો, ઓપ્પો, મોટોરોલા જેવી વિદેશી કંપનીઓના આવ્યા બાદ કાર્બન સ્માર્ટફોન માર્કેટમાંથી પછડાઇ ગઇ. કંપની હાલ માત્ર ફિચર ફોનના કારણે જે માર્કેટમાં ટકી છે. ચીન સાથેના વિવાદની વચ્ચે કાર્બને નવા સ્માર્ટફોન લૉન્ચ કરવાની જાહેરાત કરીને આ રેસમાં ફરીથી સામેલ થવાનો ઇશારો કર્યો છે. કાર્બને આ વર્ષની શરૂઆતમાં પોતાનો નવો સ્માર્ટફોન TITANIUM S9 PLUS લૉન્ચ કર્યો છે. કંપનીએ 4,999 રૂપિયાની કિંમતમાં જ S9 Plus સ્માર્ટફોનને લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 6.1 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં કંપનીએ 1.5GHzનુ ક્વૉડ કૉર પ્રૉસેસર આપ્યુ છે. જ્યારે ફોનમાં 2GB રેમમાં પણ છે. ફોનને પાવર આપવા માટે 3000mAhની બેટરી લગાવવામાં આવી છે. અત્યાર સુધી કાર્બનનુ ફોક્સ ઇન્ડિયન માર્કેટમાં 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન લૉન્ચ કરવા પર જ રહ્યું છે.