Lava Mobile Phones

Lava Mobile Phones

લાવા ભારતીય મોબાઇલ કંપની છે, લાવાની શરૂઆત વર્ષ 2009માં ટેલિકૉમ્યૂનિકેશનના બિઝનેસથી થઇ હતી, લાવાનું હેડક્વાર્ટર નોઇડામાં છે. જોકે લાલાની પહોંચ થાઇલેન્ડ, નેપાલ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને રશિયા જેવા દેશમાં પણ છે. 2016માં લાવાએ એશિયાની બહાર નીકળતા આફ્રિકા અને ઇજિપ્તમાં પણ પોતાનો બિઝનેસ આગળ વધાર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં લાવાએ પોતાનો પહેલો સ્માર્ટફોન લૉન્ચ કરવા માટે Intelની સાથે ટાઇઇપ કર્યુ હતુ. લાવાએ Xolo બ્રાન્ડ અંતર્ગત પોતાના સ્માર્ટફોનને લૉન્ચ કર્યા. વર્ષ 2012માં કંપનીએ ટેબલેટ માર્કેટમાં પણ એન્ટ્રી કરી.વર્ષ 2014માં લાવાએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Iris Pro 30 પણ લૉન્ચ કર્યો હતો. વર્ષ 2017માં કંપનીએ માર્કેટમાં પોતાનો પહેલો 4G સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યો હતો. લાવા હાલ ભારતીય માર્કેટમાં ફિચર ફોન બનાવનારી નંબર વન કંપની છે. વર્ષ 2012થી લાવાએ સ્માર્ટફોન માર્કેટમાં પણ પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી. કંપનીને શરૂઆતમાં સફળતા પણ મળી. પરંતુ બાદમાં ચીનની કંપનીઓએ લાવાને આ રેસમાંથી પછાડી દીધી. જોકે ચીનની સાથે જાસૂસીના વિવાદની વચ્ચે લાવાએ ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં મજબૂતીથી વાપસી કરવાના સંકેત આપ્યા છે.