
Lenovo Mobile Phones
ચાઈનીઝ ટેક જાયન્ટ લેનોવો હાલના સમયમાં વિશ્વની મોટી ઇલેક્ટ્રોનિક કંપનીઓમાં સામેલ છે. લેનોવોની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. લેનોવોની વિશ્વભરનાં 60 દેશોમાં ઓફિસ છે, જ્યારે અંદાજે 160 દેશોમાં લેનોવો પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. લેનોવોનો પ્રાઈમરી બિઝનેસ કોમ્પ્યૂટર, ટેબલેટ, લેપટોપ, સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરેજ ડિવાઈસ, આઈટી મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્માર્ટ ટીવી છે.
લેનોવોએ સતત પોતાને મજબૂત કરવા માટે 2005માં IBMનો પર્સનલ કોમ્પ્યૂટર બિઝનેસ ખરીદી લીધી હતો. 2014માં લેનોવોએ IBN અને Intel બેસ્ટ સર્વર નેટવર્કને પણ ખરીદ્યા છે. સ્માર્ટફોન માર્કેટમાં 2012માં લેનોવોએ ઝંપલાવ્યું હતું. લેનોવોએ 2014માં ગૂગલ પાસેથી મોટોરોલા મોબિલિટીને ખરીદી લીધી હતી.
લેપટોપ અને કોમ્પ્યૂટરનાં માર્કેટમાં ખાસ જગ્યા બનાવ્યા બાદ લેનોવોએ સ્માર્ટફોનની રેસમાં પણ સામેલ થવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ચાઈઝની કંપની લેનોવોની K સીરીઝ ભારતમાં ઘણી પોપ્યુલર રહી છે. K સીરીઝ દ્વારા જ લેનોવો 2015-16 દરમિયાન ભારતમાં ટોપ 5 સ્માર્ટફોન કંપનીઓમાં સામેલ રહી. જોકે શાઓમી, વીવો, ઓપ્પો જેવી કંપનીઓ આવ્યા બાદ કંપની પછડાઈ ગઈ છે.
TV
Appliances
Accessories





























