LG Mobile Phones

LG Mobile Phones

દક્ષિણ કોરિયાની કંપની એલજી વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ પૈકીની એક છે. એલજીની શરૂઆત વર્ષ 1958માં થઈ હતી. એલજીએ દક્ષિણ કોરિયામાં સૌથી પહેલા રેડિયો, ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન અને એર કંડિશનર જેવી પ્રોડક્ટ બનાવી. ઝડપથી આગળ વધતાં કંપનીએ 1982માં અમેરિકાના માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. ટીવીના માર્કેટમાં એલજીએ અનેક મોટા મુકામ હાંસલ કર્યા છે. એલજીએ વિશ્વનું પ્રથમ 60 ઈંચ પ્લાઝમા ટીવી બનાવ્યું હતું. જોકે એલજીએ આ ટીવીને ફિલિપ્સ સાથે પાર્ટનરશિપ કરીને બનાવ્યું હતું. બાદમાં એલજીએ એલસીડી બનાવવા પર ફોક્સ રાખ્યું હતું. દક્ષિણ કોરિયાની કંપની એલજી વિશ્વની સૌથી લોકપ્રિય ઈલેકટ્રોનિક્સ કંપનીઓમાંથી એક છે. એલજીએ વિશ્વભરમાં સેંકડો ફીચર અને સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. એલજીએ ટેક જાયંટ ગૂગલ સાથે મળીને લોન્ચ કરેલા Nexus સ્માર્ટફોન ઘણા જાણીતા છે. કંપની સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની પૂરી કોશિશ કરી રહી છે. વર્ષ 2020માં એલજી 10થી વધારે સ્માર્ટફોન રજૂ કરવાની જાહેરાત કરી ચુકી છે.