Micromax Mobile Phones

Micromax Mobile Phones

માઇક્રોમેક્સ ભારતની ઇલેક્ટ્રોનિક્સ કંપની છે અને તેનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં છે. માઇક્રોમેક્સની શરૂઆત આઈટી સોફ્ટવેર કંપની તરીરે થઈ હતી. કંપનીએ બાદમાં મોબાઇલ માર્કેટમાં ઉતરવાનો ફેંસલો કર્યો. વર્ષ 2010માં જ માઇક્રોમેક્સ ફીચર ફોન વેચવા મામલે ભારતની નંબર વન કંપની બની ગઈ. 2013 થી 2015 વચ્ચે માઇક્રોમેક્સ ભારતની બીજી સૌથી મોટી સ્માર્ટફોન મેકર કંપની રહી છે. 2014માં માઇક્રોમેક્સે તેના Canvas અને Yu સીરિઝ માટે વિશ્વની ટોપ 10 સ્માર્ટફોન કંપનીઓમાં સ્થાન બનાવ્યું હતું. જોકે શાઓમીના માર્કેટમાં એન્ટ્રીથી માઇક્રોમેક્સે તેનું સ્થાન ગુમાવવું પડ્યું.. છેલ્લા થોડા વર્ષોથી કંપની માર્કેટમાં પોતાનું ગુમાવેલું સ્થાન બનાવવા સંઘર્ષ કરી રહી છે. ચીન સાથે વર્તમાન વિવાદ વચ્ચે ભારતીય કંપનીઓની સ્માર્ટફોનની ડિમાંડમાં વધારો થયો છે. આ અવસરનો લાભ લેવા તાજેતરમાં અનેક નવા સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે.