
Nokia Mobile Phones
નોકિયા ફિનલેન્ડની મલ્ટીનેશનલ ટેલીકમ્યુનિકેશન કંપની છે. નોકિયાની શરૂઆત વર્ષ 1865માં થઈ હતી. નોકિયાએ 1991માં પોતાનો પ્રથમ જીએસએમ ફોન લોન્ચ કર્યો હતો અને ખૂબ સફળ રહ્યો હતો.
નોકિયા એન્ડ્રોઇડ ઓપરેટિંગ આવતા પહેલા વિશ્વની નંબર વન મોબાઇલ કંપની હતી. જોકે 2013માં નોકિયાને ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટે ખરીદી લીધી હતી. માઇક્રોસોફ્ટે 2016 સુધી નોકિયાના વિંડો બેસ્ડ લૂમિયા સ્માર્ટફોન રજૂ કર્યા.
પરંતુ 2017માં નોકિયાના બિઝનેસને HMD ગ્લોબલે ખરીદી લીધો. હાલ HMD ગ્લોબલ નોકિયા નામથી સ્માર્ટફોન અને ફિચર ફોન રજૂ કરી રહી છે. નોકિયા એવી ગણી ગાંઢી કંપનીઓ પૈકીની એક છે જે સ્ટોક એન્ડ્રોઇડ ઓપરેટિંગની સાથે પોતાના સ્માર્ટફોન લોન્ચ કરે છે. તાજેતરમાં જ નોકિયાએ તેના સૌથી જૂના લોકપ્રિય ફોનને નવા અવતારમાં લોન્ચ કર્યા છે.
TV
Appliances
Accessories
































