
OnePlus Mobile Phones
ચાઈનીઝ સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન કંપની BBK ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનનો હિસ્સો છે. વનપ્લસ હંમશા ફ્લેગશિપ કેટેગરીમાં જ પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. 2013માં કંપનીએ પોતાનો પ્રથમ વનપ્લસ વન સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો.
ફ્લેગશિપ માર્કેટમાં વનપ્લસ, સેમસંગ અને એપલ જેવી કંપનીઓને આકરી ટક્કર આપી રહ્યું છે. તાજેતરમાં જ કંપનીએ OnePlus Nord સ્માર્ટફોનને મિડ રેન્જ કેટેગરીમાં લોન્ચ કરી પોતાની લાઈનઅપને વધારવાનો સંકેત આપ્યો છે.
હવે એવી પણ અટકળો ચાલી રહી છે કે, વનપ્લસ 20 હજારથી ઓછી કિંમતના સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરશે. જો કે, અગાઉ પણ 20 હજારથી ઓછી કિંમતમાં વનપ્લસ X સ્માર્ટફોનને લોન્ચ કર્યો હતો, પરંતુ તેને ખાસ સફળતા મળી નહોતી. હવે કંપની ક્વોલકૉમ સ્નેપડ્રેગન 460 ચિપસેટ સાથે ઓછી કિંમતમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.
TV
Appliances
Accessories
































