Oppo Mobile Phones

Oppo Mobile Phones

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો BBK ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનની સબ બ્રાન્ડ છે. ઓપ્પોને BBK ઈલેક્ટ્રોનિક્સે 2004માં પોતાની સબ બ્રાન્ડ તરીકે માર્કેટમાં રજૂ કરી હતી. BBK ઈલેક્ટ્રોનિક્સે Oppo સિવાય સ્માર્ટફોન માર્કેટમાં OnePlus, Vivo, Realme, IQoo જેવી સબ બ્રાન્ડ પણ ઉતારી છે. ઓપ્પો 2012 બાદથી અત્યાર સુધી 100થી વધુ સ્માર્ટફોન લોન્ચ કરી ચૂક્યું છે. 2015 બાદથી જ ઓપ્પોએ ઓફલાઈન માર્કેટમાં પોતાની મજબૂતી માર્કેટમાં બનાવી રાખી છે. તાજેતરમાં જ ઓપ્પોએ ઓનલાઈન માર્કેટમાં પણ પોતાની મજબૂત પકડ બનાવી છે. ઓપ્પોના સ્માર્ટફઓન એેન્ડ્રોઈડ બેઝ્ડ કલર ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સ્માર્ટફોન સિવાય ઓપ્પોની ઓળખ DVD પ્લેયર, ઑડિયો ડિવાઈસિઝ માટે પણ છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઓપ્પો ટોપ 5 સ્માર્ટફોન મેકરમાં પોતાની સ્થાન બનાવીને બેઠું છે.