Panasonic Mobile Phones

Panasonic Mobile Phones

પેનાસોનિક વિશ્વની સૌથી જૂની ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ પૈકીની એક છે. જાપાન સ્થિત કંપનીની શરૂઆત વર્ષ 1918માં થઈ હતી. 20મી સદીના અંત સુધીમાં પેનાસોનિક વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક કંપનીઓમાં સામેલ થઈ ગઈ હતી. તેની ઈલેકટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું લિસ્ટ ઘણું લાંબુ છે. રિચાર્જેબલ સેલના કારણે આજે પણ પેનાસોનિકને ઘણી મોટી સફળતા મળી છે. પેનાસોનિક મોબાઇલ ફોન માર્કેટમાં શરૂઆતમાં જ પ્રવેશ કરનારી કંપનીઓ પૈકીની એક છે. પેનાસોનિકે 1998માં તેનો પ્રથમ ફિચર ફોન લોન્ચ કર્યો હતો. 2011માં કંપનીએ પ્રથમ ટચ ફોન દ્વારા સ્માર્ટફોન બજારમાં પગ મુક્યો હતો. કંપનીએ અત્યાર સુધીમાં 100થી વધારે ફીચર અને સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જોકે 2019માં કંપનીએ માત્ર 2 સ્માર્ટફોન રજૂ કર્યા હતા. વર્ષ 2020માં પેનાસોનિકે માર્કેટમાં પોતાનો કોઈ નવો સ્મારટફોન ઉતાર્યો નથી. કંપની તરફથી નવા સ્માર્ટફોન લોન્ચ કરવાને લઈ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે પેનાસોનિક દ્વારા અન્ય ઈલેકટ્રોનિક પ્રોડક્ટ્સ સતત લોન્ચ કરવામાં આવી રહી છે.