
Philips Mobile Phones
ફિલિપ્સ દુનિયાની સૌથી જુની ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંથી એક છે. ફિલિપ્સની શરુઆત 1891માં થઈ હતી. શરુઆતમાં કંપની લાઈટ બલ્બ બનાવતી હતી. ફિલિપ્સે હેલ્થ સાથે જોડાયેલા ઇક્વિપ્મેન્ટ પણ લોન્ચ કર્યા છે. તે સિવાય કંપની ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલા અનેક પ્રોડક્ટ લોન્ચ કરે છે.
કંપનીએ 1996માં Fizz નામથી પોતાનો પ્રથમ ફીચર ફોન લોન્ચ કર્યો હતો. ફિલિપ્સ અત્યાર સુધી 150 થી વધુ ફીચર અને સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. 2014માં કંપનીએ સ્માર્ટફોન માર્કેટમાં જગ્યા બનાવવા માટે ચાર ફોન લોન્ચ કર્યા હતા.
ફિલિપ્સે સ્માર્ટફોન માર્કેટમાં સ્થાન બનાવવાના પ્રયાસમાં Sapphire Life V787 જેવા સારા સ્માર્ટફોન પણ લોન્ચ કર્યા. આ સ્માર્ટફોનમાં 5-5 ઈંચની ફુલ એચડી રિઝોલ્યૂશન અને 441PPIની ડિસ્પ્લે પણ આપવામાં આવી હતી. પરંતુ કંપનીને કોઈ મોટી સફળતા મળી નહોતી.
જો કે, 2017 બાદ અત્યાર સુધી કંપનીએ કોઈ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા નથી હાલમાં કંપની માત્ર ફીચર ફોનનું વેચાણ કરી રહી છે.
TV
Appliances
Accessories























